મોરબી લક્ષ્મીનગર ઓવરબ્રિજ નજીક ઇકોકારને પુરપાટ ઝડપે આવતા ડમ્પરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઈકોમા સવાર યુવકને ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મોત નીપજ્યું હતું જયારે ઇકોના ડ્રાઈવરને મોરબી સારવાર હેઠળ છે. બનાવના પગલે અકસ્માત સર્જી નાસી જનાર ડમ્પર ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ મૂળ યુપીનો અને માળિયા રોડ પર આવેલી અતિત પેપર મિલમાં મજૂરી કામ કરતો અને ત્યાં જ રહેતો શિવ અવતાર માંગલિયા વર્મા (ઉ.વ.40)નામનો યુવક ગઈકાલે માળિયાથી ઈકોમા બેસી મોરબી જઈ રહ્યો હતો ત્યારે મોરબીના લક્ષ્મીનગર ઓવર બ્રિજ પાસે પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે ઇકોને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકોના ચાલક વિનોદ અને શિવ અવતાર નામના યુવકને ઈજાઓ થતા પ્રથમ મોરબી ખસેડવામાં આવ્યા હતા પરંતુ યુવકને વધુ ઇજા હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા યુવકએ દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે યુવકના પરિવારને જાણ કરતા પરિવારજનો રાજકોટ પહોંચી મૃતદેહને અંતિમવિધિ માટે વતન લઈ જવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ધ્રોલ નગરપાલિકા પેટા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય
March 18, 2025 01:25 PMIPLની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સનો ખેલાડી KL રાહુલ પહોંચ્યો મહાકાલના દરબારમાં, જુઓ વીડિયો
March 18, 2025 01:11 PMદેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર નજીકથી ગેરકાયદેસર ઘુસણખોરી કરતી પાંચ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ
March 18, 2025 12:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech