ખંભાળિયામાં આંબેડકર જયંતિ નિમિત્તે યુવા સંમેલન યોજાયું

  • May 02, 2025 11:24 AM 

​​​​​​​
નારીમુક્તિ દાતા, બંધારણના ઘડવૈયા મહામાનવ, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીના ભાગરૂપે ખંભાળિયામાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રદેશ ભાજપની સૂચના તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચા તથા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના સયુંકત ઉપક્રમે આ યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે કાલાવડ વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તેમજ જિલ્લા ભાજપના ત્રણેય મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ વિગેરે સાથે જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ મકવાણા અને જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તેમજ તમામ મંડળના પ્રમુખો, મહામંત્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યો અને જિલ્લાના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application