મોડપર ગામમાં યુવાનનો આર્થિક ભીંસના કારણે આપઘાત

  • July 14, 2023 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધંધો બરાબર નહીં ચાલતા ઇકો કારના હપ્તા ચડી જતાં ઝેરી દવા પાીધી

લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા એક યુવાને આર્થિક ભીંસના કારણે કપાસમાં છાંટવાની જંતુનાશક દવા પી લેતા સારવારમાં મૃત્યુ થયું છે. પોતે લીધેલી ઇકો કાર કે જેના હપ્તા ચડી જતાં ચુકવી નહી શકવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
 મૂળ ભાણવડ તાલુકાના મેવાસા ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહી ઇકો કાર ચલાવતા વિજય નગાભાઈ ભીંભા નામના ૩૨ વર્ષના આહિર યુવાને ગઈકાલે પોતાના ઘેર આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગી ટૂંકાવી છે.
 પોતે લીધેલી ઇકો કાર કે જેના હપ્તા ચડી ગયા હતા, અને વાહનનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે આડા અવળા વિચારો આવતા હોય જેથી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવારમાં મૃત્યુ થયુ હતું આ બનાવ અંગે નિર્જલાબેન વિજયભાઇ દ્વારા મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application