સાધના કોલોનીમાં યુવાન પર હુમલો કરી મકાન-વાહનમાં તોડફોડ

  • December 12, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાપરવા માટેના પૈસા નહીં આપતા બબાલ : ચાર સામે પોલીસ ફરીયાદ

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં અવાર નવાર નાની મોટી માથાકુટો થાય છે અને હુમલા તથા તોડફોડના બનાવો સામે આવે છે દરમ્યાનમાં એક યુવાને વાપરવા માટેના પૈસા નહીં આપતા આ બાબતનો ખાર રાખીને ઘરમાં ઘુસી યુવાનને માર મારી મકાન તથા વાહનમાં તોડફોડ કર્યાનો બનાવ સામે આવ્યો છે જે મામલે આ વિસ્તારના શખ્સ સહિત ચાર સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરની સાધના કોલોની એમ-૧૧, રુમ નં. ૨૬૪૩, જલારામ મંદિર ચોક ખાતે રહેતા પુનિત બિપીનભાઇ દાણીધાર (ઉ.વ.૨૩) નામના યુવાન પાસે ગત તા. ૧૦ના રાત્રીના સુમારે આ વિસ્તારમાં રહેતા હર્ષ નામના શખ્સે રુપિયા વાપરવા માંગતો હોય, ફરીયાદીએ રુપિયા આપેલ ન હોય જેથી સામ સામે બોલાચાલી થઇ હતી.
જે બાબતનો ખાર રાખીને આરોપીઓ પુનિતના ઘરે ઘુસી ગયા હતા અને અપશબ્દો બોલી છરી, પાઇપ, ધોકા જેવા હથિયારોથી હુમલો કરી ફરીયાદીને માથા, હાથ અને કમરના ભાગે માર મારીને ઇજા પહોચાડી હતી તેમજ ઘરમાં અને મોટરસાયકલમાં તોડફોડ કરી નુકશાન કર્યુ હતું.
આ અંગે પુનિતભાઇ દ્વારા ગઇકાલે સીટી-એમાં સાધના કોલોનીમાં રહેતા હર્ષ પરેશ મહેતા, દિ.પ્લોટ ૪૫માં રહેતા અજય વાલ્મીકી ઉર્ફે અજુભા, વસંતવાટીકા શેરી નં. ૫માં રહેતા અજય બરસા અને એક અજાણ્યા ઇસમ આ ચારની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી છે, જેના આધારે સીટી-એ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application