જામનગરના ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ ભાણવડ તાલુકાના મોરઝર ગામના રહીશ વિમલભાઈ ઉર્ફે ગુગો જેઠાભાઈ પરમાર નામના 22 વર્ષના કોળી યુવાનના ભાઈ નીરજે આજથી આશરે પાંચેક મહિના પૂર્વે મોરઝર ગામના રહીશ ભરત બાવનજી બાટા નામના શખ્સ તથા અન્ય બીજા શખ્સો સામે પણ કોઈ બાબતે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે આરોપી ભરતએ મનદુઃખ રાખી, અને ફરિયાદી વિમલભાઈ પરમાર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે તેમના વતન મોરઝર ખાતે આવ્યા હતા. જ્યાં તેઓ તેમના કુટુંબી કાકા નરોત્તમભાઈના ઘર પાસે ઉભા હતા. તે સમયે મોટરસાયકલ પર આવેલા ભરત બાટા તેમજ ચંદ્રેશ નરોત્તમ પરમારએ તેમની પાસે આવીને કહેલ કે "તમે બંને ભાઈઓને ફરિયાદ કરવાનો બહુ શોખ છે ને, હવે કરી લેજો ફરિયાદ"- તેમ કહીને આરોપી ભરત બાટાએ તેના મોટરસાયકલ પર રહેલા લોખંડના પાઇપ વડે વિમલભાઈ ઉપર હુમલો કરી અને બંને આરોપીઓએ લોખંડનો પાઈપ અને લાકડી વડે તેમને વ્યાપક ઈજાઓ પહોંચાડી હતી.
આટલું જ નહીં, અન્ય બે આરોપીઓ બાલા નરોત્તમ પરમાર અને નરોત્તમ બચુ પરમારએ પણ તેમને બિભત્સ ગાળો કાઢી અને બેફામ માર મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ ચાર શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. સી.બી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં પરિણીતા પાસે દહેજ માંગી ત્રાસ આપતા પતિ, સાસુ સામે ફરિયાદ
દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતી અને રજનીકાંતભાઈ વાયડાની 29 વર્ષની પરિણીત પુત્રી ધર્માબેન લાલાભાઈ ઠાકરને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ લાલાભાઈ ગોરધનભાઈ ઠાકર (ઉ . વ. 30, રહે. મૂળ બિરલા પ્લોટ, હાલ પીંડારા, તા. કલ્યાણપુર) તથા તેણીના સાસુ વેલુબેન ગોરધનભાઈ ઠાકર દ્વારા ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારી, શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપ્યાની તેમજ દહેજની માંગણી કર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે સ્ત્રી અત્યાચારની કલમ તેમજ દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
યાત્રાળુઓની ઓનલાઈન એન્ટ્રી ન કરતા ભાટીયાના હોટેલ સંચાલક સામે કાર્યવાહી
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા કેતનભાઈ સવજીભાઈ સોનગરાએ તેમના સ્ટેશન રોડ ઉપર આવેલા શિવમ ગેસ્ટ હાઉસમાં આવતા-જતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રી ન કરતા આ અંગે સ્થાનિક પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech