જામનગરમાં તરૂણનું અપહરણ કરીને ઘાતકી હત્યા

  • December 01, 2023 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના મોહનનગર આવાસ વિસ્તારમાં રહેતા એક તરૂણનું ગઇકાલે અપહરણ કરવામાં આવ્યુ હતું, દરમ્યાન સીસી ફૂટેજમાં બે શખ્સ બાઇકમાં લઇ ગયા હોવાની વિગતો સામે આવતા સીટી–એ પોલીસ દ્રારા ફરીયાદના આધારે તપાસનો ધમધમાટ આદર્યેા હતો એ પછી જામનગર નજીક આવેલા સુવરડા સીમમાંથી વહેલી સવારે અર્ધ સળગેલી હાલતમાં એક મૃતદેહ પડયો હોવાની વિગતો મળતા પોલીસ કાફલો દોડી ગયો હતો, જેમાં અપહૃત તરૂણની ગળે ટુંપો દઇને ઘાતકી હત્યા કરી સળગાવવાનો પ્રયાસ કર્યાનું ખુલતા અરેરાટી સાથે સનસનાટી મચી ગઇ હતી. મૃતકના બે મિત્રોએ જ વારદાતને અંજામ આપ્યાનું સામે આવ્યું છે, પોલીસ દ્રારા બંને શખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા છે અને પુછપરછ હાથ ધરી છે, તરૂણ સાથે કોઇ અઘટીત કૃત્ય આચરવામાં આવ્યું છે કે કેમ એ બાબત પીએમ રીપોર્ટમાં સ્પષ્ટ્ર થશે.

જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર ૧૫માં બ્લોક નંબર ૩૦૨ માં રહેતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયા ના ૧૬ વર્ષના પુત્રનું અપહરણ ગઇકાલે બપોરે કરાયું હતું.ગોપાલભાઈનો ધો. ૧૧માં ભણતો પુત્ર સ્કૂલે જવા માટે નીકળ્યો હતો, જે એકાએક લાપતા બન્યો હતો, અને સ્કૂલના ડ્રેસ અને દફતર સાથે જ ગાયબ થયો હતો. પરિવારજનો દ્રારા ભારે શોધખોળ પછી પણ તેનો પતો નહીં સાંપડતા આખરે સીટી એ. ડિવિઝનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને અપહરણ અંગેનો ગુનો અજાણ્યા ઇસમો સામે દાખલ કરાવ્યો હતો. તે મામલાની પોલીસ દ્રારા ઐંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને મોહનનગર આવાસના બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં તરૂણને લઇ જઇ રહયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.


તેથી પોલીસ તત્રં દ્રારા ઝીણવટ ભરી  તપાસના અંતે તરૂણનું અપહરણ કરી જનારના ફટેજના આધારે તેમની ઓળખ મેળવી લીધી હતી, અને અપહરણ કરનાર અને તરૂણને શોધવાનો પ્રયત્ન કર્યેા હતો. દરમ્યાન આજે જામનગર તાલુકાના સુવરડા સીમમાંથી અર્ધ સળગેલી હાલતમાં હત્યા કરાયેલ તરૂણનો મૃતદેહ મળી આવ્યો હતો, સીટી–એ પીઆઇ ચાવડા, પીએસઆઇ, મામલતદાર, એફએસએલની ટુકડી દોડી ગઇ હતી અને પ્રાથમિક વિગતોના આધારે પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પીએમ માટે જામનગર જી.જી. હોસ્પીટલ મોકલી આપવામાં આવ્યો હતો.
બીજી બાજુ પોલીસની અન્ય એક ટુકડીએ તપાસ કરીને અપહરણ કરનાર બે શખ્સોને ઉઠાવી લઇ પુછપરછ કરી હતી, તેમજ પોલીસની તપાસમાં આ રહસ્યમય બનાવ પરથી કેટલીક વિગતોનો પડદો ઉચકાયો હતો, જેમાં તરૂણ અને અપહરણ કરનારા મિત્રો હોય જો કે તરૂણને બે પૈકી એક સાથે મિત્રતા રાખવી ન હોય જેનું મનદુ:ખ પણ હતું, દરમ્યાન અપહરણ કરીને સુવરડા સીમમાં લઇ ગયા હતા, જયાં તરૂણને ગળે ટુંપો દઇ સળગાવવાનો પ્રયાસ કરી ભાગી છુટયા હતા.


તરૂણ સાથે સૃષ્ટ્રી વિરુધ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે કે કેમ તે દીશામાં તપાસ કરવામાં આવી રહી છે, પીએમ રીપોર્ટ બાદ આ અંગેની વિગતો સ્પષ્ટ થશે, ઉપરાંત હાલ ગળે ટુંપો દઇને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે, ટુંપો દેવા ઉપરાંત અન્ય કઇં ઘટના બની હતી કે કેમ એ મામલે પણ ઉંડાણપુર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. બીજી બાજુ મૃતક તરૂણના માતા–પિતાએ મિડીયા સાથેની વાતચીતમાં કહયુ હતું કે ગઇકાલે અમારો પુત્ર સ્કુલે જવા નીકળ્યો હતો અને મોડે સુધી પરત નહીં આવતા અમોએ તપાસ કરી હતી, જો કે તેના બે ભાઇબધં બહારથી જ લઇ ગયા હોવાનું ધ્યાન પર આવ્યુ હતું આથી આ મામલે પોલીસને જાણ કરાઇ હતી. આરોપીઓને ફાંસીની કડકમાં કડક સજા થવી જોઇએ એવી અમારી માંગણી છે.
અપહરણ અને હત્યાના આ ચકચારી બનાવમાં બે શખ્સોની સધન પુછતાછ કરવામાં આવી રહી છે, પોલીસ દ્રારા બનાવ સબંધે પુરતા પુરાવા એકત્ર કરવા એફએસએલની મદદથી તપાસ લંબાવવામાં આવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં ઉપરા ઉપરી હત્યાના બે બનાવ સામે આવ્યા છે જેમાં મોડી રાત્રીના વસઇ પાસે અને આજે સુવરડા સીમ વિસ્તારમાં હત્યા થઇ છે જેનાથી પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application