તમારો એક વોટ ગુજરાતને અપાવશે ગૌરવ, તમારો વોટ રજીસ્ટર કરી ગુજરાતની અસ્મિતામાં કરો વધારો

  • January 27, 2023 12:25 AM 

પ્રજાસત્તાક પર્વે યોજાયેલી પરેડમાં પ્રદર્શિત થનારા ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી બનાવો વિજેતા



Aajkaalteam

આજે ૭૪માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. જેમાં દિલ્હીના કર્તવ્ય પથ ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખી પ્રદર્શિત થઈ હતી. આ સાંસ્કૃતિક ઝાંખીમાં ગુજરાતના ટેબ્લો પણ હતા. ત્યારે ગુજરાત દ્વારા પ્રદર્શિત થનારા ટેબ્લો (ઝાંખી)ને નીચે આપેલી લિન્કનો ઉપયોગ કરી વોટિંગ કરો અને ગુજરાતની અસ્મિતામાં વધારો કરો.


વોટિંગ માટેની લિંક:

https://www.mygov.in/group-poll/vote-your-favorite-tableau-republic-day-2023/ 


ગણતંત્ર દિવસે એટલે કે આજે ''કર્તવ્ય પથ'' નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષય આધારિત ગુજરાતની ઝાંખીને સૌએ  રોમાંચ-હર્ષોલ્લાસથી વધાવી લીધી હતી. ગુજરાતની ઝાંખીની વાત કરીએ તો ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના અને કેનાલ રુફટોપથી સૌરઊર્જા ઉત્પાદનના નિદર્શને લોકોમાં આકર્ષણ જન્માવ્યું હતુ આ ઉપરાંત 23 સાંસ્કૃતિક ઝાંખીઓ, શસ્ત્રો- સૈનિક શક્તિનું પ્રદર્શન તથા સૈનિકોના જાંબાઝ કરતબોએ લોકોના દિલ જીત્યા, જયારે નારીશક્તિને નિરૂપતી નૃત્યનાટિકા જોઈ સૌ કોઈ ભાવવિભોર થયા હતા.


દેશના 74-મા ગણતંત્ર દિવસની આજે રાષ્ટ્રભરમાં રંગેચંગે ઉજવણી થઇ હતી. દેશની સ્વતંત્રતા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સપૂતોને ''રાષ્ટ્રીય સમર સ્મારક'' ખાતે વડાપ્રધાન તથા ગણમાન્ય નેતાગણ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ; મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના શાનદાર સ્વાગત સાથે ગણતંત્ર દિવસની ઉજવણીનો “કર્તવ્ય પથ'' ખાતેથી પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સિસી (Abdel Fattah El-Sisi)ના મુખ્ય અતિથિ પદે હાજર રહયા હતા. રાષ્ટ્ર ગાન બાદ સેનામાં અપ્રતિમ શૌર્ય દાખવનારા વિવિધ મેડલ જીતનારા સૈનિકોએ સલામી મંચને સલામી આપ્યા બાદ ક્રમશઃ દેશની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક ઝાંખીઓનું આ પરેડમાં પ્રદર્શન થયું હતું. અત્રે નોંધનીય છે કે, ઇજિપ્તની સૈન્ય ટુકડીએ પણ આ પરેડમાં ભાગ ગઈ ગૌરવાન્વિત થઇ હતી.    






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application