રાજકોટના કુવાડવા ગામે બે ભાઈઓની મસ્તીમાં નાનાભાઈના હાથે મોટાભાઈને પડખામાં છરી લાગી ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવતા મોત નીપજ્યું હતું. બનાવના પગલે કુવાડવા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જે 12 વર્ષના તરુણના હાથે છરી લાગી એ માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. યુવાન પુત્રના મોતથી હોસ્પિટલ ખાતે પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા ગામે હરિઓમ ચોક પાસે રહેતો પૃથ્વી નાથાભાઈ લઢેર (ઉ.વ.18) નામનો યુવક રાત્રે નવેક વાગ્યે 12 વર્ષીય નાનાભાઈ નીતિન સાથે મશ્કરી કરતો હતો ત્યારે નાનાભાઈના હાથમાં શાકભાજી સુધરવાની છરી હોય જે મશ્કરીમાં મોટાભાઈના પડખામાં મારી દેતા યુવકને લોહી લુહાણ હાલતમાં 108 મારફતે પ્રથમ કુવાડવા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો જ્યાં સારવાર કારગત નીવડે પહેલા દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલએ દોડી ગઇ હતી અને મૃતદેહનું પીએમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર પૃથ્વી ચાર ભાઈ એક બહેનમાં બીજા નંબરે હતો અને તેના પીતા નાથાભાઈ ગ્રામપંચાયતમાં કોન્ટ્રાકટ ઉપર કચરાની ગાડી હંકારે છે. માતાનું નામ મંજુલાબેન છે, પરિવારના કહેવા મુજબ નાથાભાઈ લગ્ન પ્રસંગમાં ઢોલ વગડાવા માટે ગયા હતા. માતા મંજુલાબેન ઘરમાં સુતા હતા ત્યારે પૃથ્વી અને નીતિન બંને મશ્કરી કરતા હતા. નીતિનની માનસિક સ્થિતિ બરાબર નથી હાથમાં આવે તેના ઘા કરતો હોય છે, અગાઉ માતાને પણ કાંઈક મારી લેતા માથામાં ઇજા થઇ હતી. આથી ગઈકાલે પણ બંને ભાઈઓ મશ્કરી કરતા હોય ત્યારે હાથમાં શાકભાજી સુધરવાનું ચાકુ આવી જતા પુથ્વીને પડખામાં મારી દીધું હતું. બનાવ અંગે આગળની કાર્યવાહી કુવાડવા પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટાર્ગેટ પ્લસ એચિવમેન્ટ; મિલ્કત વેરામાં ૪૧૧ કરોડની આવકથી તિજોરી છલકી
March 31, 2025 03:19 PMત્રાપજ નજીક બાઈક કાર વચ્ચે અકસ્માત :૧નું ઘટના સ્થળે મોત
March 31, 2025 03:18 PMશહેરના કાઠિયાવાડી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ ૨૦થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી
March 31, 2025 03:16 PMનવીનીકરણ પામેલ મહિલા કોલેજ બગીચાના બ્લોક લોકોને પહોંચાડે છે ઇજા
March 31, 2025 03:15 PMશહેર ભાજપ દ્વારા યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટ સંદર્ભે સંગઠનની બેઠક
March 31, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech