જામનગરના એસટી ડેપોમાં બસ રીવર્સમાં લેતા તરુણીને ફ્રેકચર

  • December 26, 2023 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સફાઇ કામ કરતી તરુણી બે બસની વચ્ચે ફસાઇ : સારવારમાં ખસેડાઇ : બસચાલક સામે ફરીયાદ

જામનગરના એસટી બસ સ્ટેન્ડ ખાતે આવેલા પ્લેટફોર્મ નં. ૫-૯ની વચ્ચે ગત તા. ૧૦ના સાંજના સુમારે એસટી બસના ચાલકે બેદરકારીથી રીવર્સમાં લઇને અહીં સફાઇ કામ કરતી તરુણીને હડફેટે લઇ ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચાડી હતી આ બનાવમાં ગઇકાલે સીટી-એમાં ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના સાધના કોલોની ગેઇટ-૧, એમ/૫૨, બ્લોક નં. ૩૮૭૫ ખાતે રહેતા હંસાબેન ગોપાલભાઇ રાઠોડ નામની મહિલાએ ગઇકાલે સીટી-એમાં એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૫૧૬૨ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
ગત તા. ૧૦ના સાંજના સુમારે ફરીયાદીની ૧૭ વર્ષની પુત્રી નંદીની એસટી બસ સ્ટેન્ડ ખાતે પ્લેટફોર્મ નં. ૫/૯ વચ્ચે સફાઇ કામ કરતી હતી એ દરમ્યાન એસટી બસના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી રિવર્સમાં લેતા તરુણી બે બસ વચ્ચે હડફેટે આવતા ફ્રેકચર જેવી ઇજા થઇ હતી. ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application