રાજકોટ તાલુકાના રામપર બેટી ગામે રહેતા પરિવારની ૧૪ વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી તણીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરી કાર્યવાહી કરી હતી. તણીએ કયાં કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા રામપર બેટી ગામના પાટીયા પાસે ના વિસ્તારમાં રહેતી હિરલબેન કાળુભાઈ તુરીખ (ઉ.વ ૧૪) નામની તણીએ ગઈકાલ સમી સાંજના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. દરમિયાન તેની મોટી બહેન કામ પરથી ઘરે આવતા હિરલને બોલાવવા માટે દરવાજો ખખડાવતા હીરલે દરવાજો ખોલ્યો ન હતો જેથી તેની મોટી બહેનને શંકા ગઈ હતી. બાદમાં જોતા હિરલે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું માલુમ પડું હતું. ત્યારબાદ પરિવારજનોને જાણ કરી ૧૦૮ ને બોલાવવામાં આવી હતી. ૧૦૮ ના ઇએમટીએ અહીં આવી જોઈ તપાસી તણીને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ સાંગાણીએ અહીં પહોંચી જરી કાર્યવાહી કરી તણીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, તણીના માતા–પિતા અને તેના ભાઈ– બહેન સહિતના મજૂરી કામે જતા હોય જેથી તેઓ મજૂરી કામે ગયા હતા. દરમિયાન પાછળથી તણીએ આ પગલું ભરી લીધું હતું. તેણે કયાં કારણોસર ગળાફાંસો ખાઈ લીધો તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે તરૂણીના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરામ વનમાં રામનવમીએ નિ:શુલ્ક પ્રવેશ છતાં ફક્ત ૧૮૨૯ મુલાકાતીઓ આવ્યા
April 08, 2025 03:04 PMખંભાળિયામાં સતત ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ
April 08, 2025 02:12 PMજામનગરના વિજરખી પાસે યુવકની હત્યા કરનાર પત્ની અને પ્રેમીની અટકાયત
April 08, 2025 02:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech