BREAKING NEWS

જેતપુરમાં એપાર્ટમેન્ટમાં ૪થા માળેથી પટકાતા ભાડૂત યુવાનનું મૃત્યુ

  • May 22, 2026 08:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના યોગીનગર વિસ્તારમાં એકલો રહી ડ્રાઈવીંગનો વ્યવસાય કરતો યુવાન એપાર્ટમેન્ટના ચોથા માળેની ગેલેરીમાંથી અકસ્માતે નીચે પડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. મૃતકના પિતાએ અકસ્માતે મોત અંગે શંકા વ્યકત કરી હતી.શહેરના યોગીનગર વિસ્તારમાં આવેલ શ્રદ્ધા એપાર્ટમેન્ટના વડીયાનો ગોરાંગગિરી ગોસ્વામી ૨૩ નામનો યુવાન એક મહિના પૂર્વે જ રહેવા માટે આવેલ હતો. તે અહીં એપાર્ટમેન્ટમાં એકલો રહી ડ્રાઈવીંગનો વ્યવસાય કરતો. જેમાં ગઈકાલે બપોરના સમયે ધડામ દઈ ઝોરદાર અવાજ આવતા એપાર્ટમેન્ટની બાજુના લોકો ઘરની બહાર નીકળીને જોતા એક યુવાન નીચે પડયો હતો. જેવી પડોશીઓએ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી યુવાનને સારવાર માટે સરકારી હોસ્પીટલ લઈ ગઈ. હતી. ત્યાં ફરજ પરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. પોલીસને યુવાનના મોતની જાણ થતાં સરકારી હોસ્પીટલ પહોંચી મૃતકના પરીવારજનોને જાણ કરી હતી. મૃતક યુવાન ચોથા માળેથી પડયો હોવા છતાં શરીરના બાહરી ભાગમાં કોઈ ઈજાના નિશાન હતા નહિ જેવી મૃતકના પિતા ભરતગિરીએ પોતાના પુત્રને કંઈ પણ રીગ ન હતો અને બનાવના કલાક પૂર્વે જ તેમણે પુત્ર સાથે ફોન પર વાત કરી હોવાથી અકસ્માતે મોત અંગે શંકા વ્યક્ત કરી હતી. સીટી પોલીસે હાલ અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application