ખંભાળિયા નજીક બાઇકની અડફેટે પ્રૌઢ ઘવાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં એક રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સ્કૂટર સવાર યુવાન ઈજાગ્રસ્ત થવા પામ્યો છે, જેને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરાયો છે, જ્યારે કોઠા વિસોત્રીના પ્રૌઢ ખંભાળિયા નજીક ખાનગી હોસ્પીટલમાં ટીફીન દેવા જતાં હોય બાઇકની અડફેટે ઇજા પહોંચી છે, આ બંને બનાવ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
ઓખા મંડળમાં રહેતા દેવાભાઈ વેજાભાઈ ચાનપા નામના યુવાન તેમનું જી.જે. 37 કે. 6235 નંબરનું એક્ટિવા મોટરસાયકલ લઈને સુરજકરાડીથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે મધુરમ ફર્નિચર પાસેના હાઈવે રોડ પર નવા બનતા રસ્તાના કોન્ટ્રાક્ટરે રોડના છેડે તથા વચ્ચે કે અન્ય કોઈ ભાગે રોડના કામ ચાલુ હોય તેવા ચિન્હ કે નિશાની કે આ પ્રકારના કોઈ બોર્ડ મૂક્યા ન હોવા સાથે રોડની કિનારીથી સવા ફૂટ ઊંચો થઈ ગયો હતો. અહીં કાઢવામાં આવેલા ડાઈવર્ઝનમાં રોડના બનાવનારની બેદરકારીના કારણે સ્કૂટર સવાર દેવાભાઈ રોડની કિનારી સાથે અથડાઈ જતા તેઓ ફંગોળાઈ ગયા હતા અને તેમને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગે નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે ઈજાગ્રસ્તના ભાઈ ખેતાભાઈ વેજાભાઈ ચાનપા (ઉ.વ. 42, રહે. સુરજકરાડી)ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે રોડ બનાવનાર જવાબદાર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જ્યારે ખંભાળિયા તાલુકાના કોઠા વીસોત્રી ગામે રહેતા ટીડાભાઈ જેસાભાઈ કંડોરીયા નામના 59 વર્ષના પ્રૌઢ તેમનું બુલેટ મોટરસાયકલ લઈને ખંભાળિયામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં તેમના ભત્રીજાને ટિફિન દેવા જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી એક હોટલ નજીક પહોંચતા જી.જે. 10 આર. 8079 નંબરના એક મોટરસાયકલના ચાલકે પોતાનું મોટરસાયકલ પૂરઝડપે અને રોંગ સાઈડમાં ચલાવતા ટીડાભાઈના બુલેટ મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આરોપી મોટરસાયકલ ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech