લોધીકાના પારડી ગામમાં યુવાનની છરીના નવ જેટલા ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. હત્યાના બનાવના પગલે શાપર વેરાવળ પોલીસ મથકનો સ્ટાફ તાકીદે બનાવસ્થળે દોડી ગયો હતો. યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રાજકોટમાં કાલાવડ રોડ પર કણકોટમાં રહેતા યુવાને દોઢ મહિના પૂર્વે લોધિકાના પારડી ગામે રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ યુવતીના પૂર્વ પ્રેમીએ યુવાનની હત્યા નીપજાવી હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરતા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ કણકોટની એકલવ્ય સોસાયટી મફતીયાપરામાં રહેતો રવિ દિલીપભાઈ મકવાણા (ઉ.વ 28) હાલમાં પારડી ગામે ભાડે રૂમ રાખી પત્ની પૂજા ઉર્ફે પૂનમ સાથે રહેતો હતો. ગઈકાલ રાત્રિના પારડીના પુલ પાસે રવિની લાશ મળી આવી હતી જેની જાણ થતા શાપર વેરાવળ પોલીસ મથકના પી.એસ.આઇ વી.જી.જેઠવા સહિતનો સ્ટાફ અહીં દોડી ગયો હતો. અને મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.પુત્રની હત્યા થયાની જાણ થતા રવિની માતા હંસાબેન અને પિતા દિલીપભાઈ હરિભાઈ મકવાણા સહિતના હોસ્પિટલે દોડી આવ્યા હતા.
પરિવારજનોએ જણાવ્યું હતું કે, રવિ બે બહેનનો એકનો એક ભાઈ હતો અને મોટો હતો. અગાઉ છૂટક મજૂરી કામ કરતો હતો અને છેલ્લા દોઢ મહિનાથી પારડીની પૂજા ઉર્ફે પૂનમ સાથે પ્રેમ થઈ જતા બંનેએ લવમેરેજ કર્યા હતા અને પછી થોડો સમય કણકોટ રહ્યા બાદ જેતપુરમાં કારખાનામાં કામ મળ્યું હોય ત્યાં રૂમ રાખીને રહેવા જવાનું કહીને કણકોટથી જેતપુર રહેવા ગયા હતા. જોકે ત્યાંથી બે ત્રણ દિવસ પહેલા જ બંને ફરી પારડી પૂજાના માવતરના ગામમાં રૂમ રાખીને રહેતા હતા.
ગઈકાલ રાત્રિના રાત્રિના કોઈ દગાથી રવિને બોલાવી જઇ તેની હત્યા કરી નાખી હતી. શરીર પર અલગ અલગ જગ્યાએ તીક્ષણ હથિયારના આઠથી નવ ઘા જોવા મળ્યા હતા. માતા-પિતાએ એવો આક્ષેપ કર્યો હતો કે, રવિએ જેની સાથે લવ મેરેજ કર્યા હતા એ પૂજાના પ્રથમ લગ્ન અનિડાવાછડાના યુવાન સાથે થયા હતા જેના થકી એક સંતાનની માતા બની હતી. ત્યારબાદ છુટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ ઉપલેટાના આહીર શખસ સાથે મૈત્રી કરારથી રહેતી હતી અને મહિના પૂર્વે રવિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જે વાત તેણીના પૂર્વ પ્રેમી એવા ઉપલેટાના શખસને પસંદ ન હતી જેથી તેણે અગાઉ રવિને ધમકી પણ આપી હતી. જેથી તેણે જ રવિની હત્યા કરી હોવાની શંકા દર્શાવવામાં આવી છે જે અંગે સાપર વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજોડિયાના લીંબૂડા ગામમાં 200 વર્ષથી ગ્રામ સંસદ ભરાઈ છે...જાણો કેવી હોય છે કામગીરી
March 15, 2025 01:47 PMકાલાવડ પાસે કપાસ ભરીને જતો ટ્રક હાઈવોલ્ટેજ તારને અડકી જતા એક વ્યક્તિનું કરુણ મોત
March 15, 2025 01:45 PMરાજકોટના હાઇરાઇઝ એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં ભીષણ આગમાં ફ્લેટની અંદર બધુ જ રાખ થઈ ગયું, જુઓ તસવીરો
March 15, 2025 01:40 PMજામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આશ્રિત બાળકો અને વડીલો સાથે મનાવ્યું ધુળેટીનું પર્વ
March 15, 2025 01:31 PMજામનગર તાલુકાના મોરકંડા ગામે જૂથ અથડામણ, એક યુવકનું મોત
March 15, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech