જામનગર નજીક માલવાહક વાહને બાઇકને હડફેટે લેતા એકને ફ્રેકચર
લાલપુરના રામપર વેરાવળના પાટીયા પાસે કારે બાઇકને ઠોકર મારતા એક યુવાનને ગંભીર ઇજા થઇ હતી જયારે જામનગર નજીક માલવાહક વાહને બાઇકને હડફેટે લેતા એકને પગમાં ફ્રેકચર થયુ હતું.
રાજકોટના કાલાવડ રોડ આંબેડકરનગરમાં રહેતા પ્રવિણ હીરાભાઇ વાઘેલા (ઉ.વ.35) નામના યુવાને આઇ-20 કાર નં. જીજે10સીજી-8970ના ચાલક સામે ગઇકાલે ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. 25ના રોજ આઇ-20 કારના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે રામપર-વેરાવળના પાટીયા પાસે ચલાવીને ફરીયાદીના ભાઇના સાઇન મોટરસાયકલ નં. જીજે10ઇએ-7429ને ઠોકર મારી હતી, જેમાં મોટરસાયકલ સાથે પછાડી દઇ શરીરે અને પગમાં ગંભીર ઇજા પહોચાડી હતી.
બીજા બનાવમાં જામનગરના નવાગામ ઘેડમાં રહેતા દિવ્યરાજસિંહ મંગળસિંહ જાડેજા (ઉ.વ.25)એ પંચ-બીમાં ગઇકાલે ફોરવ્હીલ માલવાહક નં. જીજે25ગુ-7937ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે ગત તા. 20ના જામનગર નજીક બાલાર્ક કારખાના પાછળના રોડ પર આરોપીએ પોતાનું માલવાહક વાહન પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીની મોટરસાયકલને પાછળથી ઠોકર મારી હતી જેમાં સાહેદને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech