વ્યાજના પૈસાની ઉઘરાણી માટે ક્રિસ્ટલ મોલ પાસેથી યુવાનનું કારમાં અપહરણ કરી તેને મારમાર્યેા હતો.ઇન્દિરા સર્કલ પાસે સિંલ બધં હોય તક મળતા જ યુવાન કારમાંથી નાસી ગયો હતો.બાદમાં તેણે વેરાવળના બે અને રાજકોટના એક શખસ સામે ફરિયાદ નોંધાવી છે.
મૂળ વેરાવળના વતી અને હાલ યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક મેઇન રોડ પાસે સાસુના મકાનમાં છેલ્લા ૨૦ દિવસથી રહેવા આવેલા હેમુલભાઈ મનહરલાલ ચોકસી (ઉ.વ.૪૩) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજુ મોચી અને રાજકોટના અમિત રાઠોડના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯ માં તેણે નિલેશભાઈ ચલા પાસેથી વેરાવળ ખાતે બાંધકામ કોન્ટ્રાકટ માટે પૈસાની જરિયાત પડતા કટકે કટકે કરી પિયા ૬૦ લાખ વ્યાજે લીધા હતા અને તેઓ વેરાવળ હતા તે સમયે વ્યાજ સહિત રકમ પરત આપી દીધી હતી છતાં નિલેશ અવારનવાર ઉઘરાણી કરી ધમકીઓ આપતો હતો. જેથી યુવાન વેરાવળથી અહીં રાજકોટ સાસુના ઘરે રહેવા આવી ગયો હતો. બાદમાં ગઈ તા. ૧૮૨ ના રાત્રીના નિલેશનો ફોન આવ્યો હતો અને ક્રિસ્ટલ મોલ પાસે મળવા બોલાવ્યો હતો અહીં જતા યુવાનને નિલેશને કહ્યું હતું કે, જો તું મને પૈસા નહીં આપે તો કાલે હત્પં શું કં છું તે તું જોઈ લેજે તેમ કહી જતો રહ્યો હતો.
બાદમાં તા. ૧૯૨ ના બપોરના નિલેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તું ક્રિસ્ટલ મોલ પાસે આવ જેથી યુવાન અહીં ક્રિસ્ટલ મોલની પાછળ આવેલા પાકિગ ગયો હતો આ સમયે નિલેશ, રાજુ અને અમિત ત્રણેય કાર લઈને આવ્યા હતા અને ગાડીમાં યુવાનને બેસવાનું કહેતા તે ગાડીમાં બેસી ગયો હતો. બાદમાં પૈસા બાબતે વાતચીત કરતા હતા. દરમિયાન નિલેશે ગાળો આપી યુવાનને છાતીના મુક્કો મારી દીધો હતો યુવાન ભાગવા જતા આ ત્રણેય શખસોએ તેને પકડી કારમાં તેનું અપહરણ કરી લઈ ગયા હતા અને નિલેશે કોઈને ફોન કરી કહ્યું હતું કે, મેં હેમુલને પકડી લીધો છે અને તેને લઈને જેતપુર આવું છું, તું સાહેબને બોલાવી રાખજે હત્પં આને લઈને આવું છું તેમ વાત કરી હતી.
આકાશવાણી ચોક થઈ ઇન્દિરા સર્કલ પાસે પહોંચતા ઇન્દિરા સર્કલનું સિલ બધં હોય જેથી યુવાને તેના બચાવ માટે બૂમો પાડી હતી અને તક મળતા તે ત્યાંથી કારમાંથી ઉતરી ઘરે પહોંચી ગયો હતો બાદમાં આ બાબતે પત્નીને વાત કરી હતી. ત્યારબાદ ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર બનાવવાની જાણ કરી હતી. બાદમાં યુવાને આ મામલે આ ત્રણેય શખસો વિદ્ધ વ્યાજના પૈસાની ઉઘરાણી માટે તેનું અપરણ કરી તેને માર મારી લઈ જતા હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે અપહરણ અને મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech