પ્રેમલગ્નમાં મિત્રને મદદરૂપ બનેલા વકીલાતનો અભ્યાસ કરનાર યુવકનું અપહરણ કરી માર માર્યેા

  • January 28, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં સાત હનુમાન પાસે રહેતા અને વકીલાતનો અભ્યાસ કરનાર યુવાનનું અપહરણ કરી તેને ભીચરી ગામ પાસે લઈ જઈ માર માર્યેા હતો. બાદમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે છોડી દીધો હતો. યુવાન મિત્રના પ્રેમલગ્નમાં મદદપ થયો હોય તે બાબતનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે યુવકની ફરિયાદ પરથી આરોપીઓ સામે અપહરણ, એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
મૂળ ચોટીલાના ભારે ગામના વતની અને હાલ રાજકોટમાં સાત હનુમાન મંદિર પાસે સોખડા રોડ પર નિરાંતનગર શેરી નંબર–૩ માં રહેતા રાકેશ ડાયાભાઈ સાગઠીયા (ઉ.વ ૨૧) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયરાજ બાબુભાઈ ગમારા, જયરાજનો માસયાઇ ભાઈ કેવલ અને ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે એમપી લો કોલેજમાં એલએલબી સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે અને હાલ પોલીસ પરીક્ષાની પણ તૈયારી કરે છે.
ગત તા.૧૫૧ ના સાંજના સમયે યુવાનને તેનો બાળપણનો મિત્ર અશોક બાબુભાઈ ગમારા મળવા આવ્યો હતો અને કહ્યું હતું કે, તેને કોર્ટ મેરેજ કરવા છે યુવાન વકીલાતનો અભ્યાસ કરતો હોય જેથી તેની પાસેથી માર્ગદર્શન માંગ્યું હતું. બાદમાં યુવાને મિત્રને કોર્ટ મેરેજમાં મદદપ થયો હતો. મિત્રને કોર્ટ મેરેજનું સર્ટિફિકેટ આવી ગયા બાદ તા. ૨૧-૧-૨૦૨૫ ના અશોકનો ફરી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારે પૂજા સાથે ભાગી જવું છે ગાડીની વ્યવસ્થા કરી આપ જેથી યુવાને ગાડીની વ્યવસ્થા કરી આપી હતી અને તેને અમદાવાદ મૂકી તે પરત અહીં આવી ગયો હતો.
ગઈકાલે યુવાન બપોરના બારેક વાગ્યા આસપાસ કિશનપરા ચોક પાસે ટાઈમ સ્કવેર બિલ્ડિંગમાં ટેટુની દુકાને મિત્ર ગોપાલનું એકટીવા લઈને ગયો હતો ત્યારે અહીં અશોકનો ભાઈ જયરાજ અને તેનો માસીયાઇ ભાઇ બાઈક લઈને આવ્યા હતા અને જયરાજે કહ્યું હતું કે તું મારી સાથે પોપટભાઈ વકાતરની દુકાને ચાલ અને તેને કહેજે કે અશોક અને પૂજા ભાગી ગયેલ તે મેટરમાં અમે બે કયાંય ઇન્વોલ નથી. યુવાને જયરાજને કહ્યું હતું કે, આ એકટીવા ગોપાલનું છે તેને દઈને આવું જેથી જઈ આજે ધમકી આપી હતી કે હત્પં અમારી ભરવાડ જાતનો અસલ રગં તને બતાવું તે પહેલા આવી જા બાદમાં યુવાને ડર લાગતા તે તેની સાથે ગયો હતો. દરમિયાન ગોપાલભાઈનો ફોન આવતા તેને એકટિવા પંચનાથ મેઇન રોડ પર સોપ્યું હતું. બાદમાં આ બંને શખસો યુવાનને સ્પેન્ડરમાં વચ્ચે બેસાડી અલગ અલગ રસ્તેથી ભીચરી ગામે મહીકાના પાટીયા પાસે રામાપીરના મંદિર સામેના રોડ પર લઈ ગયા હતા અને ત્યાં અન્ય ચાર શખસો જે ભરવાડ જેવા જણાતા હોય ઉભા હોય આ તમામ શખસોએ મળી યુવાનને અશોક બાબતે પૂછી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી કડા વડે માર માર્યેા હતો. બાદમાં યુવાનને ગ્રીનલેન્ડ ચોકડી પાસે મૂકી જતા રહ્યા હતા. ત્યારબાદ યુવાને તેના ભાઈ પ્રદીપને ફોન કરતા તે અહીં આવ્યો હતો અને યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવાને આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે અપહરણ કરી મારમાર્યા અંગેની ફરિયાદ નોંધવતા પોલીસે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application