ભરૂચની યુવતી તેની કહેવાતા માતા–પિતા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો આજકાલ પ્રતિનિધિ રાજકોટ અમરેલીના કંસારા બજાર ટાવર રોડ પર રહેતો જય અરવિંદભાઈ પરમાર (ઉ.વ.૨૬)ના યુવકે સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમરેલી ચાંદની ચોકમાં હસનેન મેરેજ બ્યુરોમાં સર્વ જ્ઞાતિ લ કરાવી આપતા હોવાનું જાણ મિત્ર મારફતે થતા હત્પં મેરેજ બ્યુરોમાં ગયો તો ત્યાં હાજર લતીફ ઉર્ફે બાબુ મોગલ સંચાલક હતા તેને વાત કરતા જરી વિગત ભરીને ફોર્મ ભરી આપ્યું હતું. ફોર્મના .૧૧૦૦, છોકરી પેટે . અઢી લાખ અને કન્સલન્ટ ફી પેટે .૧૧ હજાર આપવાનું નક્કી થયું હતું. થોડા દિવસ પછી લતીફભાઈનો ફોન આવ્યો હતો અને તમારા અનુપ એક છોકરી છે અને તેના માતા–પિતાને અહીં આવ્યા છે તો તમે પૈસા લઈને આવો આથી .૨.૩૦ લાખ લઈને મેરેજ બ્યુરો ઓફિસે પહોંચ્યો હતો. ત્યાં દીપિકા નામની છોકરી છે અને તેના આ સબંધીઓ છે તેવી ઓળખાણ કરાવી હતી. મેં ફોટો માગતા ફોટો અત્યારે સાથે નથી વોટસએપમાં મોકલી આપીશું તેમ જણાવ્યું હતું. જે બાદ વોટસએપમાં ત્રણ ફોટા મોકલ્યા હતા તેમાંથી જે છોકરી પસદં આવી હતી એ દીપિકા હોવાનું કહ્યું હતું. બાદમાં બ ભચ ખાતે મુલાકાત માટે જવાનું નક્કી થતા લતીફભાઈ હત્પં અને મારા પિતા ભચ ગયા હતા. ત્યાં ત્રણ વ્યકિતઓ આવ્યા હતા જેમાં રફીક અજીજભાઈ ઘાંચી (રહે રાજકોટ), યાસ્મીનબેન ફિરોજભાઈ રાઠોડ (રહે વડોદરા) અને સલમાબેન સૈયદઅમર બાપુ એદૂશી (રહે અમરેલી) ના હોવાની ઓળખાણ આપી હતી. ત્યાં થોડી વારમાં સુનિલ પટેલ, જીતેન્દ્ર પટેલ નામના વ્યકિતઓ આવ્યા હતા અને ભચ ભીડભંજનની ખાડીમાં આવેલા મકાને લઇ ગયા હતા. ત્યાં કેશુ ભાઈ પટેલ કરીને વ્યકિત આવ્યા હતા અને પોતાની ઓળખાણ છોકરીના મામા તરીકે આપી હતી. મને જે ફોટો બતાવવામાં આવ્યો હતો એ છોકરી ન હોવાનું મેં કહેતા બધા એ દીપિકા પટેલ હોવાનું જ કહ્યું હતું. છોકરી પેટેના બાકીના .૧.૩૭,૦૦૦ આપવાનું કહેતા સુનિલ પટેલ જીતેન્દ્ર પટેલ અને લતીફની હાજરીમાં આપ્યા હતા. બાદમાં કોર્ટ પાસે રાહત્પલ સોલંકી નામના એડવોકેટએ લ કરારનું નોટરી લખાણ કરી આપ્યું હતું અને એ પેટે .૫ હજાર વકીલને આપ્યા હતા. અને લતીફભાઇએ વધુ ૫૦ હજારની માંગણી કરતા તેને આપતા આ પૈસા લતીફભાઈ, રફીકભાઇ અને યાસ્મીનબેનએ અંદરો અંદર ભાગ પાડી લીધો હતો. ત્યાર પછીથી અમે દીપિકાના કપડાં ને લઈને ઘરે આવી ગયા હતા. થોડા દિવસમાં મારા પિતાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા દરમિયાન મારો ભાઈ ઘરે જતા દીપિકા જોવા મળી નહતી અને કબાટમાં રાખેલા .૫૦ હજાર પણ ન હોવાથી દીપિકાને ફોન કરતા નંબર બ્લોકમાં નાખી દીધો હતો. મેં મેરેજ બ્યુરોના લતીફભાઈને વાત કરતા તમે ગોતો નહીં આવી જશે તેમ કહ્યું હતું. બાદમાં સુનિલ પટેલ, જીતેન્દ્ર પટેલ, કેસુ પટેલનો ફોન આવ્યો હતો અને દીપિકા જોઈતી હોઈ તો તમારે પૈસા આપવા પડશે કહી કટકે કટકે ૧૧,૪૦૦ આનલાઈન આપ્યા હતા છતાં દીપિકા પરત ન આવતા લતીફએ ૨૦ હજાર,સલમાબેને ૮ હજાર, રફીકભાઇએ ૧૨ હજાર અને યાસ્મીનબેનએ ૧૨ હજાર મળી કુલ ૫૨ હજાર પરત આપી દીધા હતા. પરંતુ દીપિકાના પરિવારજનો સતત પૈસાની માગણી કરતા હોવાથી છેતરાયાનું લાગતા અંતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભચની દીપિકા નામની યુવતી સહીત પાંચ સામે ગુનો નોંધી આગળની તપાસ હઠળ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech