સુરત બાદ જૂનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનનું મોત થયું છે. હાર્ટ એટેકને કારણે વિદ્યાર્થીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. યુવાન પોલીસની ભરતી માટે શારીરિક કસોટી માટે જૂનાગઢ આવ્યો હતો. શારીરિક કસોટી બાદ પોતાના મિત્રના ઘરે ગયા બાદ અચાનક ઢળી પડ્યો હતો અને મોત થયું હતું. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.
ગઈકાલે સુરતમાં દોડતા દોડતા યુવકનું મોત થયું હતું
ગઈકાલે પણ પોલીસ ભરતી માટે દોડ માટે આવેલો 36 વર્ષના યુવાન 5 કિમીની દોડ લગાવી રહ્યો હતો ત્યારે અચાનક જ તે મેદાન પર ઢળી પડ્યો હતો. આથી હાજર પોલીસ સ્ટાફ દોડી આવી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
યુવક પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષા આપવા આવ્યો હતો
વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીત PSIની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયો હતો. સવારે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ દરમિયાન સવારે 4:45 વાગ્યે તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. આથી ફરજ પરના ડો. ચિરાગ કટારિયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દીનબંધુ હોસ્પિટલ, ખોલવડ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યો હતો.
કરૂણ ઘટનાથી પોલીસ વિભાગમાં પણ શોકની લાગણી
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સીએચસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ કરુણ ઘટનાએ પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech