પોરબંદરના તોફાની સમુદ્રમાં તણાઇ જવાથી મુસ્લીમ યુવાનનું મોત નિપજ્યુ છે. મિત્રોની નજર સામે જ સમુદ્રના તોફાની મોજા તેને તાણી ગયા હતા અને નજર સમક્ષ તણાતા યુવાનને બચાવવા ફાયરબ્રિગેડને પણ રજૂઆત કરી હતી પરંતુ ફાયરબ્રિગેડના જવાનોએ હાથ ઉંચા કરીને ‘અમે રીસ્ક લઇ શકીએ નહીં, બોટની રાહ જોઇએ છીએ’ તેમ કહી જવાબદારી ખંખેરી હતી અને તેના કારણે જ આ યુવાનનું મોત થયુ હોવાનો ગંભીર આક્ષેપ મૃતકના પરિવારજનો અને તેના મિત્રોએ કર્યો હતો.
બપોર પછી સર્જાઇ કણાંતિકા
હાલમાં પોરબંદરનો સમુદ્ર રફ બન્યો છે અને તોફાની મોજા ઉછળી રહ્યા છે ત્યારે ત્રણેક વાગ્યાના સુમારે મુસ્લીમ સમાજના ચારેક જેટલા યુવાનો દરિયામાં ન્હાવા માટે શ્રીરામ સી સ્વીમીંગ પોઇન્ટ ખાતેથી ગયા હતા અને થોડા સમય પછી તેઓ ન્હાઇને બહાર આવતા હતા ત્યારે તેમનો અન્ય એક મિત્ર સાહિલ દિલાવર મલેક ઉ.વ. ૨૭ જે છૂટક મજૂરીકામ કરે છે અને બોખીરાની આવાસ યોજનામાં રહેતો હતો તે ત્યાં ન્હાવા માટે આવ્યો હતો આથી બહાર નીકળી રહેલા મિત્રોએ તેને ‘દરિયો વધારે રફ છે એટલે અમે તરત બહાર નીકળી ગયા છીએ, તું પણ ચાલ’ એમ કહ્યુ હતુ પરંતુ સાહિલે ‘હું એકાદ ડૂબકી મારીને હમણાં આવું છું’ એમ કહી દરિયામાં ગયો હતો અને અન્ય યુવાનની નજર સામે જ સમુદ્રના તોફાની મોજા સાહિલને ખેંચીને ઓલ વેધર પોર્ટની જેટી તરફ લઇ જતા હતા. આથી યુવાનોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
ફાયરજવાનો લાચાર અવસ્થામાં !
પોરબંદરમાં સર્જાયેલી આ કણાંતિકામાં યુવાનોને એવુ લાગતુ હતુ કે ફાયરબ્રિગેડની ટીમ હમણાં અંદર જઇને ડૂબતા યુવાનને બચાવી લેશે આથી તેમના મિત્રોએ ડુબી રહેલા યુવાનનો વીડિયો પણ ઉતાર્યો હતો અને ફાયર જવાનોને બતાવીને ‘અમારા મિત્રને બચાવી લો’ તેમ કહ્યુ હતુ પરંતુ તેઓના આશ્ર્ચર્ય વચ્ચે ફાયરબ્રિગેડના જવાનો લાચાર અને નિ:સહાય બનીને ‘અમે તોફાની દરિયામાં રિસ્કન લઇએ, હમણા અમે બોટ મંગાવીએ છીએ. એ આવી જાય પછી જાશું’ તેમ કહીને ટાઇમપાસ કર્યો હતો. એ દરમ્યાન કેટલાક યુવાનો ઉશ્કેરાઇ ગયા હતા અને ફાયરબ્રિગેડના જવાનોને મસમોટી ગાળો પણ ભાંડી દીધી હતી પરંતુ તેઓ કશું જ કરી શકયા નહોતા અને કાંઠે ઉભા ઉભા તમાસો જોતા હતા.
અંતે લાશ બહાર કાઢી
દરિયામાં ખેંચાઇ ગયેલા સાહિલ દિલાવર મલેક નામના યુવાનને જીવતો બચાવી શકાયો ન હતો અને અંતે સમુદ્ર રફ હોવાથી દરિયાના તોફાની મોજાએ તેને કાંઠા તરફ ફેંકતા થોડા અંદર જઇને ફાયરબ્રિગેડના જવાનો અને મુસ્લીમ યુવાનો સહિત તરવૈયાઓએ લાશને
(અનુ. છઠ્ઠા પાને)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ડીમોલિશન પહેલા સ્થાનિકો દોડી ગયા મનપા કચેરી
May 30, 2025 06:38 PMઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચ ની સુવિધા
May 30, 2025 06:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech