BREAKING NEWS

પત્ની સાથે મજાક કર્યા બાદ નેપાળી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત,યુવાનના શરીરે વિખોડીયાના નિIશાન જોવા મળ્યા

  • February 21, 2026 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના રેલનગર વિસ્તારમાં પત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જો કે મૃતકના શરીરે વિખોડીયા ભર્યાના નિશાન હોવાથી પોલીસે પેનલ પી.એમ.કરાવવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં સાફી પાર્કમાં રહેતાં મયુર શ્રીપ્રસાદ રાણા (ઉ.૩૦) નામના નેપાળી યુવાને આજે સવારે પોતાના ઘરે ઉપરના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક મયુર બે ભાઈ બે બહેનમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તે અગાઉ ડિલેવરીમેન તરીકે કામ કરતો હતો. બે મહિનાથી આંખમાં ઓછું દેખાતું હોય જેથી કામ કરતો ન હતો. આર્જે સિવિલમાં બતાવવા જવાનું હતું તે સવારે મિત્રને ફોન કરી રૂપિયા માંગતો હોય જેથી તેની પત્ની નિશાએ બીજા પાસે રૂપિયા કેમ માંગો છો ? તેમ કહી મશ્કરીમાં મોબાઈલ છીનવી લીધો હતો. જેથી તેણે ‘મારે મરી જવું છે’ તેમ કહ્યું હતું. જો કે પત્નીએ ‘આવું કેમ બોલો છો’ તેમ કહી તેણી ન્હાવા માટે જતી રહી હતી. પત્ની નાહીને બહાર નીકળતા પતિ રૂમમાં હોય અને દરવાજો બંધ હોય ખખડાવવા છતાં તે દરવાજો ખોલતો ન હોય જેથી પાડોશીને બોલાવી દરવાજો ખોલતાં તે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક મયુરના શરીરે વિખોડીયાના નિશાન હોવાથી પોલીસે પેનલ પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application