જેતપુરના નવાગઢમાં રહેતા મૂળ યુપીના વતની શ્રમિક યુવાનને રાત્રિના કારખાના પાસે અન્ય શ્રમિક યુવાને માથામાં પથ્થરના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યેા હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને પ્રથમ જેતપુર બાદમાં જુનાગઢ અને ત્યારબાદ રાજકોટ સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવાન અને આરોપી બંને સાથે કારખાનામાં કામ કરતા હોય યાં માથાકૂટ થતાં ચોકીદારે બંનેને બહાર કાઢી મૂકયા હતા. બાદમાં આ શખસે યુવાન પર પથ્થર વડે હત્પમલો કર્યેા હતો. બનાવ અંગે યુવાનના ભાઈની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં નવાગઢ વિસ્તારમાં આવેલા સૌભાગ્ય પ્રિન્ટ કારખાનામાં નોકરી કરતા અને અહીં જ રહેતા મૂળ યુપીના ઔરેયા જિલ્લાના બન્થારા ગામના વતની રોહિત બચેલાલ દોહરે નામના યુવાનને રાત્રિના અહીં કારખાની બહાર કારખાનામાં તેની સાથે જ કામ કરતા મૂળ યુપીના વતની ગૌરવકુમાર દોહરેએ માથામાં પથ્થરના ઘા મારી તેની હત્યાનો પ્રયાસ કર્યેા હતો હત્પમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પ્રથમ જેતપુર બાદમાં જુનાગઢ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બનાવ અંગે યુવાનના નાના ભાઈ પંકજકુમાર બેચલાલ દોહરે (ઉ.વ ૧૯) દ્રારા જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ચાર ભાઈ એક બહેનો પરિવાર છે જેમાં રોહિત સૌથી મોટો છે. યુવાન ગઈકાલે સવારના સાતેક વાગ્યે અહીં નવાગઢમાં યોગી પ્રિન્ટ કામના કારખાનામાં કામ કરતો હતો ત્યારે તેના મિત્ર મોહિત દોહરેનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તારા ભાઈ રોહિતને કોઈએ માથામાં માયુ છે જેથી યુવાન તાકીદે જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો. યાં તેના ભાઈ રોહિતની હાલત વધુ ગંભીર હોય તેને જુનાગઢ અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન યુવાનને તેના મિત્ર મોહિતે કહ્યું હતું કે, ગઈકાલ રાત્રિના નવાગઢમાં સૌભાગ્ય પ્રિન્ટ કારખાનામાં રોહિત અને તેની સાથે રહેતો ગૌરવકુમાર દોહરે બંનેને કોઈ બાબતે માથાકૂટ થઈ હતી જેથી કારખાનાના ચોકીદારે બંનેને કારખાનામાંથી બહાર કાઢી મૂકયા હતા. રોહિત કારખાનાની બહાર સૂતો હતો ત્યારે ગૌરવ કુમારે તેને માથામાં પથ્થરના ઘા મારી દીધા હતા. જેની જાણ સવારના ૬:૩૦ વાગ્યે થતાં તેને અહીં હોસ્પિટલ લાવ્યા હતા. જેથી આ મામલે યુવાને તેના મોટાભાઈ પર હત્પમલો કરનાર ગૌરવકુમાર દોહરે વિદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે જેતપુર ઉધોગનગર પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech