ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ વતની અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા કરશનભાઈ રામસિંગભાઈ વાળા નામના 41 વર્ષના માછીમાર યુવાન ઓખા નજીકના દરિયામાં બોટ મારફતે માછીમારી કરવા ગયા હતા. અહીં રાત્રિના આશરે 12:30 વાગ્યાના સમયે ઓખાથી આશરે 11 નોટિકલ માઈલ દૂર બોટના પાછળના ભાગે તેઓ કુદરતી હાજત માટે ગયા હતા. ત્યારે તેઓ એકાએક દરિયાના પાણીમાં પડી ગયા હતા. જેથી ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પ્રતાપભાઈ મસરીભાઈ સેવરાએ ઓખા મરીન પોલીસને કરી છે.
શેઢા બાબતે જૂના મનદુઃખનો ખાર રાખીને ભાણવડના વૃદ્ધ પર હુમલો
ભાણવડના રણજીત પરા વિસ્તારમાં રહેતા માવજીભાઈ જગાભાઈ કટેછીયા નામના 62 વર્ષના વૃદ્ધ તેમની ઘુમલી રોડ પર આવેલી વાડીએ હતા. ત્યારે અગાઉ બે વર્ષ પૂર્વેના શેઢા બાબતના મનદુઃખનો ખાર રાખીને માલા બધાભાઈ ભરવાડ નામના શખ્સે ફરિયાદી માવજીભાઈની જમીનમાં ગુનાહિત અપપ્રવેશ કર્યો હતો. અહીં આરોપીએ તેમને ગેડા વડે માર મારી, ફ્રેકચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે માલાભાઈ ભરવાડ સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ અને અન્ય લઘુમતી પર હુમલાના 2200 કેસ
December 20, 2024 08:23 PMભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMશિયાળાની ઠંડીમાં ફાટેલી એડીઓથી છુટકારો મેળવવાના આ રહ્યા અસરકારક ઘરેલુ ઉપાય
December 20, 2024 06:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech