- સની રાજપુતનો બે પત્ની રુપ અને માનસી સાથે એક પરિવાર છે
- સોશિયલ મીડિયા પર સનીની લવ સ્ટોરી થઇ રહી છે વાઇરલ
હવે ફિલ્મો કે ટીવી ઉપરાંત યુટ્યુબ પર પણ ઘણા સ્ટાર પૈદા થઇ ગયા છે. જેમની મોટી ફેન ફોલાઇંગ છે. અત્યાર સુધી બે પત્નીધારી અરમાન મલિક ચર્ચાને સ્થાને રહેતો હતો. હવે અરમાન મલિક જેવી જ સ્ટોરી લઈને સની રાજપુત નામનો યુટ્યુબર લોકપ્રિય થવા લાગ્યો છે. તેણે પણ અરમાનની જેમ બે લગ્ન કર્યા છે. તેની એક પત્નીનું નામ રૂપ અને બીજી પત્નીનું નામ માનસી છે.
યુટ્યુબ પર અરમાન મલિક અવારનવાર ચર્ચામાં રહે છે. તેની બે પત્નીઓ છે. એકનું નામ પાયલ અને બીજું નામ કૃતિકા છે. આ બંને પણ ઇન્ટરનેટ પર એક્ટિવ જોવા મળે છે. આ ત્રણેય વચ્ચેની કેમેસ્ટ્રી અને ઝઘડાના વિડીયો લોકોને ગમતા હોય છે. તાજેતરમાં જ તેની બીજી પત્ની કૃતિકાએ બાળકને જન્મ આપવાની વાત સામે આવી હતી.
અરમાન મલિક જેવી જ સ્ટોરી લઈને સની રાજપુત નામનો યુટ્યુબર લોકપ્રિય પ્રકાશમાં આવ્યો છે. તેણે પણ અરમાનની જેમ બે લગ્ન કર્યા છે. તેની એક પત્નીનું નામ રૂપ અને બીજી પત્નીનું નામ માનસી છે. ઇન્ટરનેટ પર સની રાજપુત અંગે ઘણી બધી ચર્ચા થવા લાગી છે, ખાસ કરીને તેના કન્ટેન્ટની.
તાજેતરમાં જ તેણે બે પત્નીઓ હોવા પાછળનું કારણ જાહેર કર્યું હતું. તેણે પોતાની ફિલ્મી લવ સ્ટોરી પણ જણાવી હતી. તેણે દાવો કર્યો કે તેની માનસી સાથે કોલેજમાં મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, માનસીના પરિવારજનો લગ્નની વિરુદ્ધમાં હતા. જેથી સનીએ થોડા વર્ષો પછી રૂપ સાથે લગ્ન કરી લીધા હતા. અલબત્ત, તે ત્યારે પણ માનસીને પ્રેમ કરતો હતો.
સનીએ દાવો કર્યો છે કે, તેણે માનસી પ્રત્યેના પોતાના પ્રેમ બાબતે રૂપને બધું જ જણાવી દીધું હતું. ત્યારબાદ બંનેને ઘરે દીકરીનો જન્મ થયો હતો. જેનું નામ આરાધ્યા છે. આ સમયગાળા દરમિયાન પણ સની માનસીને ભૂલી શક્યો ન હતો. તેથી રૂપે તેને છૂટાછેડા આપી બીજા લગ્ન કરવા કહ્યું હતું. જોકે સની બંનેને પ્રેમ કરતો હતો, જેથી તેણે રૂપને છૂટાછેડા ન આપવાનો નિર્ણય કર્યો હતો. પછી રુપની ઇચ્છાથી જ તેણે માનસી સાથે પણ લગ્ન કરી લીધા હને રુપ અને માનસી એકબીજા સાથે હળીમળીને રહે છે અને ત્રણેય એક પરિવાર છે.
સનીની યુટ્યુબ ચેનલ પર હાલ બે લાખ જેટલા સબસ્ક્રાઈબર છે. તેઓ પરિવારના રોજિંદા જીવનના વ્લોગ શેર કરે છે. જોકે, તેમની લાઈફ સ્ટાઈલના કારણે તેઓને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech