દુનિયાના સૌથી મોટા વીડિયો શેરિંગ પ્લેટફોર્મ YouTubeએ ભારતીય કન્ટેન્ટ ક્રિએટર્સ, કલાકારો અને મીડિયા કંપનીઓ માટે આવકનું એક મોટું માધ્યમ સાબિત થયું છે. તાજેતરના અહેવાલો અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં YouTube દ્વારા ભારતીય સર્જકોને ₹21 હજાર કરોડની જંગી રકમ ચૂકવવામાં આવી છે.
તાજેતરમાં જ YouTubeએ પોતાની 20મી વર્ષગાંઠની ઉજવણી કરી છે અને આ પ્રસંગે કંપનીએ ભારતીય અર્થતંત્રમાં પોતાના યોગદાનની માહિતી આપી છે. આ આંકડા દર્શાવે છે કે કોવિડ-19 મહામારી બાદ YouTube ઘણા લોકો માટે આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયું છે. આજે ઘણા લોકો YouTube પર કન્ટેન્ટ બનાવીને સારી એવી કમાણી કરી રહ્યા છે.
YouTubeના સીઈઓએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે તેમનું પ્લેટફોર્મ ભારતના કન્ટેન્ટ ક્રિએટર્સ અને મીડિયા કંપનીઓને આગળ વધવામાં મદદરૂપ થઈ રહ્યું છે, જેના કારણે કારકિર્દી અને વ્યવસાયની નવી તકો ઊભી થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગયા વર્ષે ભારતમાં બનેલા કન્ટેન્ટને વિશ્વના અન્ય દેશોમાં 45 અબજ કલાક સુધી જોવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભારતીય યુટ્યુબર્સ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે.
આંકડાઓ અનુસાર, ગયા વર્ષે ભારતના 10 કરોડથી વધુ YouTube ચેનલોએ પોતાનું કન્ટેન્ટ અપલોડ કર્યું હતું. તેમાંથી 15 હજારથી વધુ ચેનલો એવી છે જેમના 10 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની YouTube ચેનલ પર પણ અઢી કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે, જે આ પ્લેટફોર્મની લોકપ્રિયતા દર્શાવે છે.
આગામી સમયમાં YouTube તેના યુઝર્સ માટે ઘણા નવા અને આકર્ષક ફીચર્સ લાવવાની તૈયારીમાં છે. આ નવા ફીચર્સમાં કમેન્ટ સેક્શનમાં બોલીને પોતાની વાત કહેવાની સુવિધા અને આસ્ક મ્યુઝિક જેવા ફીચર્સનો સમાવેશ થાય છે. આસ્ક મ્યુઝિક ફીચર દ્વારા YouTube પ્રીમિયમ અને મ્યુઝિક યુઝર્સ પોતાના મૂડ અનુસાર મ્યુઝિક સાંભળી શકશે. શરૂઆતમાં આ ફીચર અંગ્રેજીમાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, ટીવી પર YouTube જોનારા યુઝર્સને ટૂંક સમયમાં મલ્ટિવ્યૂની સુવિધા પણ મળશે, જેના દ્વારા તેઓ એક જ સ્ક્રીન પર અલગ-અલગ કન્ટેન્ટ જોઈ શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech