દહેજ ઉત્પીડનના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા ઝારખંડના હજારીબાગના રહેવાસી યોગેશ્વર સાઓની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની ડિવિઝન બેન્ચે અપીલકર્તાને તેમની પુત્રીઓની અવગણના કરવા અને તેમની પત્ની સાથે દુવ્ર્યવહાર કરવા બદલ ઠપકો આપ્યો.
બેન્ચે કહ્યું, તમે કેવા માણસ છો, જેને પોતાની દીકરીઓની પણ પરવા નથી? આવા નિર્દય વ્યકિતને આપણે આપણા દરબારમાં કેવી રીતે પ્રવેશ આપી શકીએ? ઘરે આખો દિવસ તમે કયારેક સરસ્વતી પૂજા કરો છો, કયારેક લક્ષ્મી પૂજા કરો છો અને પછી આ બધું કરો છો.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અરજદારને કોઈપણ રાહત ત્યારે જ મળશે જો તે તેની ખેતીની જમીન તેની પુત્રીઓના નામે ટ્રાન્સફર કરવા સંમત થાય.
કાટકમડાગ ગામના રહેવાસી યોગેશ્વર સો ઉર્ફે ડબલ્યુ સોને ૨૦૧૫ માં હજારીબાગ ચીફ યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તેની પત્ની પૂનમ દેવીને ૫૦,૦૦૦ રૂપિયાના દહેજ માટે હેરાન કરવા બદલ આઈપીસીની કલમ ૪૯૮એ હેઠળ દોષી ઠેરવ્યો હતો અને તેને અઢી વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
યોગેશ્વર અને પૂનમના લગ્ન ૨૦૦૩ માં થયા હતા અને તેમને બે પુત્રીઓ છે. ૨૦૦૯માં, પૂનમ દેવીએ તેના પતિ દ્રારા દહેજ માટે ઉત્પીડન, બળજબરીથી ગર્ભાશય કાઢી નાખવા અને ત્યારબાદ ફરીથી લગ્ન કરવાનો આરોપ લગાવતી એફઆઈઆર નોંધાવી હતી. તેણીએ પોતાના અને પોતાની પુત્રીઓના ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી પણ દાખલ કરી.
ફેમિલી કોર્ટે સોને તેની પત્નીને દર મહિને ૨,૦૦૦ પિયા અને દરેક દીકરી પુખ્ત થાય ત્યાં સુધી દર મહિને ૧,૦૦૦ પિયા ચૂકવવાનો આદેશ આપ્યો. સાઓએ પોતાની સજા સામે ઝારખડં હાઈકોર્ટમાં અપીલ કરી, જેણે સપ્ટેમ્બર ૨૦૨૪ માં ટ્રાયલ કોર્ટના ચુકાદાને સમર્થન આપ્યું. આ પછી, દોષિત યોગેશ્વરે ડિસેમ્બર 2024માં રાહત માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech