ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, 'ચેતવણી: ઈરાની તેલ અથવા પેટ્રોકેમિકલ ઉત્પાદનોની કોઈપણ ખરીદી તાત્કાલિક બંધ કરવી જોઈએ.' કોઈપણ દેશ કે વ્યક્તિ જે ઈરાન પાસેથી કોઈપણ જથ્થામાં તેલ કે પેટ્રોકેમિકલ્સ ખરીદશે તેના પર યુએસના ગૌણ પ્રતિબંધો લાગુ પડશે. તેમણે આગળ લખ્યું, 'આવા દેશો કે લોકોને અમેરિકા સાથે કોઈપણ સ્વરૂપમાં વેપાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.'
ટ્રમ્પે આ ચેતવણી એવા સમયે આપી છે જ્યારે બે અઠવાડિયા પહેલા અમેરિકાએ ચીનની રિફાઇનરી, શેન્ડોંગ શેંગક્સિંગ કેમિકલ લિમિટેડ પર એક અબજ ડોલરથી વધુ મૂલ્યના ઈરાની ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ પ્રતિબંધો લાદ્યા હતા. આ ઉપરાંત, અમેરિકાએ તે કંપનીઓ અને જહાજો સામે પણ કાર્યવાહી કરી હતી જે ઈરાની તેલ ચીન પહોંચાડવામાં સામેલ હતી.
મળતી માહિતી અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, યુએસ આજે ચીન સ્થિત સ્વતંત્ર રિફાઇનરી શેન્ડોંગ શેંગક્સિંગ કેમિકલ કંપની લિમિટેડ પર પ્રતિબંધો લાદી રહ્યું છે, જેણે એક અબજ ડોલરથી વધુ મૂલ્યનું ઈરાની ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. ટરમ્પ વહીવટીતંત્રના મતે, તેમનો ધ્યેય ઈરાનના 'શેડો ફ્લીટ' દ્વારા તેલ નિકાસ કરીને આવક મેળવવાના પ્રયાસોને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની મહત્તમ દબાણ વ્યૂહરચના હેઠળ, ઈરાન અને તેના સાથી દેશો પરના તમામ પ્રતિબંધોનો કડક અમલ કરવામાં આવશે. વિદેશ વિભાગે સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી ઈરાન તેની અસ્થિર પ્રવૃત્તિઓને નાણાં આપવા માટે તેલની આવકનો ઉપયોગ ચાલુ રાખશે, ત્યાં સુધી અમેરિકા ઈરાન અને તેના ભાગીદારોને પ્રતિબંધોથી બચવાના પ્રયાસ માટે જવાબદાર ઠેરવવાનું ચાલુ રાખશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech