આજના સમયમાં યુપીઆઈ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. એક વ્યકિત તેના દૈનિક વ્યવહારોમાં લગભગ ૬૦ થી ૮૦ ટકા યુપીઆઈનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે ભારતમાં દરરોજ કરોડો યુપીઆઈ વ્યવહારો થઈ રહ્યા છે, જેના દ્રારા સેંકડો કરોડ પિયાના વ્યવહારો થઈ રહ્યા છે. જોકે દેશભરમાં ઘણી કંપનીઓ યુપીઆઈ દ્રારા ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે પરંતુ પેટીએમ, ગૂગલ પે અને ફોનપે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યુપીઆઈ પેમેન્ટ એપ્સ છે. આમાંની મોટાભાગની કંપનીઓ યુપીઆઈ વ્યવહારો માટે કોઈપણ પ્રકારની ફી નથી લેતી અને વ્યવહારો મફત છે પરંતુ હવે કદાચ આ મફત સેવાઓ લોકો માટે ટૂંક સમયમાં બધં થઈ શકે છે અને વિવિધ સેવાઓ માટે ફી ચૂકવવી પડી શકે છે.
આ કંપનીઓ પહેલાથી જ યુપીઆઈ દ્રારા મોબાઇલ રિચાર્જ કરવા માટે અલગ અલગ નામો હેઠળ ફી વસૂલ કરી રહી છે પરંતુ હવે વસૂલાતની આ પ્રક્રિયા ફકત મોબાઇલ રિચાર્જ પૂરતી મર્યાદિત નહીં રહે અને તે વિસ્તરશે. ગુગલ પેએ તેની શઆત પણ કરી દીધી છે. અહેવાલ મુજબ, ગુગલ પેએ ગ્રાહક પાસેથી વીજળી બિલ ચૂકવવા માટે સુવિધા ફીના નામે ૧૫ પિયા વસૂલ્યા છે. રિપોર્ટ અનુસાર, યુઝરે તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ગુગલ પે દ્રારા વીજળી બિલ ચૂકવ્યું હતું. ગૂગલ પેએ આ વસૂલાતને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વ્યવહારો માટે પ્રોસેસિંગ ફી તરીકે વર્ણવી હતી અને તેમાં જીએસટીનો સમાવેશ થતો હતો. યુપીઆઈનો ઉપયોગ ફકત દુકાનોમાં ખરીદી માટે જ નહીં પરંતુ ઘણી અન્ય સેવાઓ માટે પણ થઈ રહ્યો છે. આજકાલ લોકો પેટ્રોલ–ડીઝલ, મોબાઇલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ, વિવિધ પ્રકારના બિલ પેમેન્ટ, રેલ્વે–લાઇટ ટિકિટ, મૂવી ટિકિટ, ફાસ્ટેગ, ગેસ બુકિંગ, મની ટ્રાન્સફર, મેટ્રો કાર્ડ રિચાર્જ, વીમા પ્રીમિયમ વગેરે માટે યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર કલેકટર કચેરી ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો
April 23, 2025 12:22 PMદ્વારકા જિલ્લાના ખેડુતો-કોન્ટ્રાકટરોને મજુરો મોકલવાનો જાસો આપી ઓનલાઇન ઠગાઇ
April 23, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech