સાયબર ક્રાઇમની ટુકડીએ ચીટરને લીમખેડાથી પકડી લીધો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતો તેમજ કોન્ટ્રાકટરોને મજુરો મોકલવાનો જાસો આપી ઓનલાઇન નાંણા પડાવનાર ઠગની લીમખેડા (દાહોદ)થી સાયબર ક્રાઇમ પોલીસ, દેવભૂમિ દ્વારકાએ ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.
આજના આધુનિક યુગમાં સંચાર માધ્યમો - ઇન્ટરનેટનો વ્યાપ બહુ જ મોટા પ્રમાણમાં વધ્યો છે. જેના કારણે તમામ વર્ગના લોકો સંચાર માધ્યમ મોબાઇલ - કોમ્પ્યુટર ઇન્ટરનેટ વિગેરેનો ઉપયોગ કરતા થયા છે. જેનો ઉપયોગ અનિવાર્ય છે. જેનો લાભ લઇ કેટલાક તકસાધુ લોકો સાયબર ક્રાઇમની માયાઝાળમાં ફસાવી છેતરપીંડી વિશ્વાસઘાતના ગુન્હાઓ આચરતા હોય છે. દેવભુમી દ્વારકા જીલ્લામાં કોઇ ઠગ ખેડુતો તેમજ કોન્ટ્રાકટરોને ખેતીકામ તથા કડીયાકામ માટે મજુરો મોકલાવવાનું કહી, મજુર નહી મોકલી પૈસા પડાવતો હોવાનુ ધ્યાને આવતા, જે બાબતને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે ગંભીરતાથી સાયબર ક્રાઈમ પોલીસને સંવેદનશીલ રહી આવા પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા અને અટકાવવાની દીશામાં ચોક્કસ વ્યુહરચના બનાવી, નાયબ પોલીસ અધિક્ષક હાર્દીક પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવા યોગ્ય માર્ગદર્શન સુચના આપેલ.
જીવાભાઇ જુઠાભાઈ ચાવડા રહે. સણોસરી વાડી વિસ્તાર, તા. કલ્યાણપુર, જી. દેવભુમિ દ્વારકાનાઓએ તા.૧૯/૧૨/૨૦૨૪ ના રોજ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે, તેઓને તા.૧૭/૧૧/૨૦૨૪ ના રોજ મોબાઇલ ઉપર ફોન આવેલ ખેતીકામ માટે મજુર મોકલાવવાનુ જણાવી કુલ ૨૬,૮૭૦/- ઓનલાઇન પડાવી તેમની સાથે છેતરપીંડી કરેલ છે, જે બાબતે સાયબર ક્રાઇમ પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.ન. ૧૧૧૮૫૦૧૦૨૪૦૦૧૫/૨૦૨૪ ઇગજ કલમ ૬૧(૨)(બી), ૩૧૬(૨), ૩૧૮(૨), ૩૧૮(૩), ૩૧૯(૨) તથા ઈંઝ અભિં કલમ ૬૬(સી), ૬૬ (ડી) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.
જે બાબતે સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર વી.કે.કોઠીયા દ્વારા સદર ગુન્હાના મુળ સુધી પહોંચી ગુન્હાના આખા નેટવર્કનો પર્દાફાસ કરી, ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સ આધારે વર્ક આઉટ કરી લીમખેડા (દાહોદ)થી છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધાર આરોપી પુષ્પન્દ્રકુમાર પ્રકાશભાઇ પટેલ ઉ.વ.૨૭ ધંધો - વણાટકામ રહે. ચાંદપુર, તા. મોરવા હડફ, જી. પંચમહાલનો સમાવેશ થાય છે.
પુષ્યેન્દ્રકુમાર પ્રકાશભાઇ પટેલ ધોરણ - ૦૮ સુધી અભ્યાસ કરેલ છે. છેલ્લા એક વર્ષથી સદર આરોપી ખેડુતો તેમજ કોન્ટ્રાકટરોના મોબાઇલ નંબરો મેળવી ખેતીકામ તેમજ કડીયાકામ માટે મજુરો મોકલવાનુ જણાવી ખેડુતો તેમજ કોન્ટ્રાકટરોને વિશ્વાસ અપાવવા માટે મજુર તથા બસ કંડકટરની ખોટી ઓળખ આપી મજુરોના બસ ટીકીટ ચાર્જ, જમવાનો ખર્ચો વગેરે ખર્ચાઓના નામે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવી લેતો હતો. અને ત્યારબાદ મજુર નહી મોકલી આ રીતે આયોજનબદ્ધ રીતે છેતરપીંડી કરતો હતો. આ રીતે તેણે ઘણા લોકો પાસેથી પૈસા પડાવ્યાની કબુલાત કરેલ છે. તેની સામે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયેલ છે. આરોપી પાસેથી મોબાઇલ, બે સીમકાર્ડ અને અલગ અલગ નવ બેન્ક કાર્ડ કબ્જે કર્યા છે. એસપી દ્વારા સાયબર સાતીરોથી ચેતતા રહેવા સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.