હાથ પર મચ્છરોની દવા લગાવીને સતત ૮ કલાક ઉભા રહેવા પર મળશે પગાર

  • August 22, 2023 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મચ્છર અનેક રોગોનું કારણ બની ગયા છે. દર વર્ષે લાખો લોકો મચ્છરના કરડવાથી બીમાર પડે છે. મોટી સંખ્યામાં લોકોના મોત પણ થાય છે. આ પ્રશ્ન પર મંથન ચાલી રહ્યું છે કે શું દુનિયામાંથી મચ્છરોનો નાશ કરવો શકય છે? નિષ્ણાતો કહે છે કે જો તમારી પાસે સાચી માહિતી હોય તો તમે મચ્છરોને કાબૂમાં કરી શકાય છે.

એપીએસ બાયોકંટ્રોલ નામની સ્કોટિશ કંપની જે નાના મચ્છરો સામે રક્ષણ માટે દવાઓ બનાવે છે, તેણે તેના ઉત્પાદનના પરીક્ષણ માટે નવી ઓફર આપી છે.કંપનીને દવાની ટ્રાયલ માટે ૧૮ વર્ષથી વધુ ઉંમરના ૧૦ પુષો અને મહિલાઓની જર છે. તેના માટે લોકોને આઠ કલાક બહાર ઉભા રહીને ટ્રાયલ કરાવવી પડશે. પરીક્ષણ દરમિયાન, એક હાથ પર દવા લગાવવામાં આવશે, બીજો હાથ ખુલ્લો રહેશે.
​​​​​​​તેમજ દવા લગાવેલા હાથ પરથી જે મચ્છરો મરી જાય છે તેની ગણતરી પણ કરવી પડશે અને તેને આ કામ કરવા માટે પગાર આપવામાં આવશે. એપીએસ બાયોકંટ્રોલના ડો. એલિસન બ્લેકવેલ કહે છે, નાના મચ્છર ત્વચા પર કરડી શકે છે, પરંતુ તે ખતરનાક નથી. નાના મચ્છરનું ઉત્પાદન ભેજવાળી અને ગરમ સ્થિતિમાં વધુ થાય છે. ડો. બ્લેકવેલના જણાવ્યા અનુસાર, જો તમે કેમિસ્ટ પાસેથી કોઈ દવા ખરીદો છો અને તે કહે છે કે તે એપ્લિકેશન પછી આઠ કલાક સુધી ત્વચાને સુરક્ષિત કરે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application