"વાઘ આવ્યો જેવી સ્થિતિ થઈ યુવક પર" 82 લાખ જીતી ગયા છો સાંભળીને લાગ્યો મજાક, હકીકત જાણીને ઉડી ગયા હોશ

  • October 18, 2022 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કહેવાય છે કે ક્યારે કોના નસીબ ચમકે એ કહી શકાતું નથી. આવું જ કંઈક અમેરિકાના મિશિગનમાં રહેતા એક વ્યક્તિ સાથે થયું. તેમને એક ઈ-મેલ મળ્યો, જેમાં લખ્યું હતું કે, અભિનંદન… તમને 82 લાખની લોટરી લાગી ગઈ છે. 59 વર્ષીય વ્યક્તિને લાગ્યું કે મિત્રોએ તેની સાથે કોઈ મજાક કરી હશે. પરંતુ જ્યારે લોટરી અધિકારીઓએ આટલી મોટી રકમ જીતવાની પુષ્ટિ કરી ત્યારે તેના હોશ ઉડી ગયા. ખરેખર, આ વ્યક્તિને યાદ પણ નહોતું કે તેણે લોટરીની ટિકિટ પણ ખરીદી હતી.


મિશિગન લોટરી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ, જે ઇંગહામ કાઉન્ટીના વતની છે, તેને કહેવામાં આવ્યું હતું કે તેણે 1 લાખ ડોલર (ભારતીય ચલણમાં રૂ. 82 લાખથી વધુ) ની લોટરી જીતી છે, તે વિશ્વાસ કરી શક્યો નહીં. તે પોતાને વિજેતા માનવા તૈયાર નહોતો. તેણે વિચાર્યું કે મિત્રોએ ફરીથી કોઈ નવું મજાક કર્યું હશે અને આ તેજ પ્રેંકનો એક ભાગ હશે. 


​​​​​​​લોટરી વિજેતાએ કહ્યું, 'મને દરેક બાબત પર શંકા હતી. મારા હાથમાં સાચો ચેક હોવા છતાં પણ હું માની શકતો ન હતો કે હું લોટરી જીતીને કરોડપતિ બની ગયો છું.’ વડીલે કહ્યું, ‘મને ઈ-મેલ દ્વારા કહેવામાં આવ્યું કે મેં 1 લાખ ડોલર જીત્યા છે. મને લાગ્યું કે મારા કેટલાક મિત્રોએ મજાક કરી હશે. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે મેં ખરેખર 82 લાખનું ઇનામ જીત્યું છે.

તમને જણાવી દઈએ કે આ વ્યક્તિએ મિશિગન લોટરી એપ્લિકેશન પર બિન-વિજેતા $300,000,000 ડાયમંડ રિચેસ સ્ક્રેચ-ઓફ ટિકિટ સ્કેન કરી હતી, જે 28 સપ્ટેમ્બરના ડ્રોઇંગમાં આપમેળે રેકોર્ડ કરવામાં આવી હતી. વ્યક્તિએ જણાવ્યું કે તે ઘણા સમયથી લોટરી રમી રહ્યો છે. ક્યારેક તેણે નાની રકમ પણ જીતી છે. પરંતુ તેને આશા નહોતી કે તે આટલા પૈસા જીતશે. આ પહેલા એક મહિલાની વાત સામે આવી હતી, જે પોતાની લોટરીની ટિકિટ ડસ્ટબિનમાં ફેંકવા જઈ રહી હતી. પરંતુ પછી તેને ખબર પડી કે તેણે 1.6 કરોડનો જેકપોટ જીતી લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application