Heatwave in Delhi: ભારે ગરમીને કારણે શાળાઓમાં રજાઓ અંગે દિલ્હી સરકારનો મહત્વપૂર્ણ આદેશ

  • May 20, 2024 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી સરકારે તમામ શાળાઓને ઉનાળાની રજાઓ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. જેમાં ખાનગી અને સરકારી શાળાઓનો સમાવેશ થાય છે. દિલ્હીમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ઘણા વિસ્તારોમાં તાપમાન 47 ડિગ્રીએ પહોંચી ગયું છે અને ત્યાં લૂ ચાલી રહી છે.


દિલ્હી સરકારે તમામ શાળાઓને ઉનાળાની રજાઓ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. જેમાં ખાનગી અને સરકારી શાળાઓનો સમાવેશ થાય છે. દિલ્હીમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ઘણા વિસ્તારોમાં તાપમાન 47 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. દિલ્હીના શિક્ષણ નિર્દેશાલયે તમામ શાળાઓને 11 મેથી 30 જૂન સુધી ઉનાળાની રજાઓ મનાવવાનો નિર્દેશ આપ્યો છે.


દિલ્હીના શિક્ષણ નિર્દેશાલયે જણાવ્યું કે તમામ શાળાઓને 11 મેથી 30 જૂન સુધી ઉનાળાની રજાઓ મનાવવાની સૂચના આપવામાં આવી છે. 11 મેથી તમામ શાળાઓ બંધ છે. જો કે, કેટલીક સરકારી અને ખાનગી શાળાઓ હજુ પણ ચાલી રહી હોવાનું જણાયું છે. આ કાળઝાળ ગરમીમાં બાળકોની તબિયત લથડવાની ભીતિ સેવાઈ રહી છે. તેથી, શિક્ષણ નિયામક કચેરીએ તમામ શાળાઓને તાત્કાલિક અસરથી ઉનાળાની રજાઓ માટે શાળાઓ બંધ રાખવાની સલાહ આપી છે.


સોમવારે પણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં તાપમાન 47 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું. રવિવારે દિલ્હીમાં તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શનિવારે તાપમાન 43.6 ડિગ્રી અને શુક્રવારે 42.5 ડિગ્રી સેલ્સિયસ હતું.


સોમવારે નજફગઢમાં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે એક દિવસ અગાઉ દક્ષિણ-પશ્ચિમ દિલ્હી પ્રદેશમાં 47.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં દેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે.


ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં દિલ્હીના ઘણા ભાગોમાં લૂની સ્થિતિની આગાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application