મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે પાંચ વર્ષ જ કામ કરી શકાશે: શિક્ષકો માટેની ધારાધોરણ નક્કી કરાયા

  • April 22, 2025 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મદદનીશ શિક્ષણ નિરીક્ષકની જગ્યાઓ પર જિલ્લા હસ્તકની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના જવા ઈચ્છતા શિક્ષકો માટે શિક્ષણ વિભાગની જોગવાઇઓને ધ્યાને લઈને ૩ મે, ૨૦૨૫ સુધીમાં જિલ્લા કક્ષાનો કેમ્પ કરી મદદનીશ શિક્ષણ નિરીક્ષકની નિમણૂક કરવા માટે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્રારા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પસંદગી પામનાર શિક્ષકો માટે ધારા ધોરણ નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે માત્ર પાંચ વર્ષ જ કામ કરી શકશે. ત્યારબાદ તેમને તેમની કેડરમાં પરત મોકલવામાં આવશે.



રાજયની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ખાલી પડેલી મદદનીશ શિક્ષણ નિરીક્ષકની જગ્યા પર સરકારી સ્કૂલોના શિક્ષકોને કેમ્પ કરી નિમણુકં અપાશે. આ માટે ૩ મે સુધીમાં કેમ્પ કરી નિમણુકની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.



કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્રારા નિમણુકં અંગેની સુચનાઓ જાહેર કરી છે. જેમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષકને પાંચ વર્ષ માટે મુકવાના રહેશે. જોકે, મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે પસદં પામનારા શિક્ષકના વિષયનું પરિણામ ૩૦ ટકા કરતા વધુ હોવું જરી છે.



પ્રા માહિતી અનુસાર,જિલ્લ ાશિક્ષણાધિકારીની મદદનીશ શિક્ષણ નિરિક્ષક તરીકે નિમણૂક અંગેની જરી સુચનાઓ પણ જાહેર કરાઈ છે. જેમાં મદદનીશ શિક્ષક તરીકે ઓછામાં ઓછા ૫ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા મદદનીશ શિક્ષકોનો મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકેની નિમણૂક આપવાની પાત્રતામાં સમાવેશ કરવાનો રહેશે.



જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં મંજૂર થયેલા મદદનીશ શિક્ષણ નિરીક્ષકની જગ્યાઓ પૈકી ૫૦ ટકા જગ્યાઓ માધ્યમિક વિભાગના શિક્ષક તરીકે કામ કરતા અને ૫૦ ટકા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકોને મૂકવાને રહેશે. જે મદદનીશ શિક્ષકો કે જેઓએ મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવેલી ન હોય તેઓને ૫ વર્ષ માટે મદદનીશ શિક્ષકની પસંદગી કરવાની રહેશે.
હાલમાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષણ નિરીક્ષક પૈકી જે મદદનીશ શિક્ષા નિરીક્ષકના વર્ષ પૂર્ણ થયેલા હોય તેઓને મદદનીશ શિક્ષક તરીકે આપના જિલ્લ ા હસ્તકની સરકારી શાળામાં તેમના વિષય અને વિભાગને અનુપ ખાલી જગ્યા પર પરત મૂકવાના રહેશે. તેઓને ૫ વર્ષ કરતાં વધુ સમય સુધી મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે રાખી શકાશે નહીં.



જો જિલ્લામાં મદદનીશ શિક્ષણ નિરીક્ષકને ૫ વર્ષ પૂર્ણ થયા હોય પરંતુ તેમના વિષયને અનુપ જગ્યા જિલ્લા હસ્તકની સરકારી શાળાઓમાં ઉપલબ્ધ ન હોય તો તેવા મદદનીશ શિક્ષણ નિરીક્ષકની લાયકાત, સ્નાતક કક્ષાએ મુખ્ય વિષય તથા સેવાકાર્ડ સાથે કમિશનર ઓફ સ્કૂલની કચેરીને હવાલે કરવાના રહેશે.



નિમણૂક થઈ હોય કે શીખવતા હોય તે વિષયનું છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ પરિણામ ૩૦ ટકા કે તેથી વધુ હોય તે જરી છે. મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે વિચારણામાં લેવાપાત્ર મદદનીશ શિક્ષકોની નિવૃતીના ઓછામાં ઓછા ત્રણ વર્ષ બાકી હોવા જોઇશે.



જિલ્લ ા કક્ષાએ અરજી કરેલા શિક્ષકોની શ્રેયાનતા નક્કી કરી મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે મુકવાના રહેશે. જે મદદનીશ શિક્ષક હાલમાં મદદનીશ શિક્ષણ નિરિક્ષક તરીકે ફરજ બજાવે છે તેઓને આ કેમ્પનો લાભ આપવામાં આવશે નહી.



જે મદદનીશ શિક્ષકો સામે ખાતાકીય તપાસ ચાલુ કે પડતર હોય તેમને મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે નિમણૂક આપવા વિચારણામાં લેવાના રહેશે નહીં. ક્રાઈટરીયામાં આવતા હોવા છતાં કોઇ ઉમેદવાર મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે જોડાવા અનિચ્છા દર્શાવે તો તે ઉમેદવારની લેખિત સંમતિ મેળવી ત્યાર પછીની શ્રેયાનતા અને લાયકાત ધરાવતા ઉમેદવારને મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે નિમણૂક અર્થે પસદં કરી શકાશે.


કેમ્પમાં હાજર ન રહેલા ઉમેદવારની પાછળથી કોઇ રજૂઆત સાંભળવામાં આવશે નહીં. આમ, આ વિગતોને ધ્યાને લઈને મદદનીશ શિક્ષણ નિરીક્ષકની જગ્યાઓ પર નિમણૂકની કાર્યવાહી ૩ મે સુધીમાં પૂર્ણ કરવાની રહેશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application