“તમે એક મહિલા છો, તમને કંઈ ખબર ન પડે” : નીતીશ કુમાર વિધાનસભામાં RJDના મહિલા MLA પર થયા ગુસ્સે

  • July 24, 2024 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે વિપક્ષના ધ્યાનમાં છે. નીતીશ કુમાર વિધાનસભાના ચોમાસુ સત્રમાં ચર્ચા દરમિયાન આરજેડીની મહિલા ધારાસભ્ય રેખા દેવી પર ખૂબ ગુસ્સે થયા હતા. રેખા દેવીને ઠપકો આપતાં મુખ્યમંત્રીએ આરજેડી મહિલા ધારાસભ્યને કહ્યું કે “તમે શું કામ બોલી રહ્યા છો, તમે એક મહિલા છો, તમને કંઈ ખબર ન પડે.”


સીએમના નિવેદન પર ગૃહમાં ભારે હોબાળો થયો. ત્યારબાદ તેમણે પૂછ્યું  કે શું આ લોકો કોઈ મહિલાને આગળ લઇ આવ્યા હતા?  2005 પછી અમે મહિલાઓને આગળ લઈ આવ્યા છીએ. તમે બકવાસ કરી રહ્યા છો...એટલે કહું છું, શાંતિથી સાંભળો.


નીતીશ કુમાર અહીં ન અટક્યા પરંતુ હોબાળા વચ્ચે તેઓ પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા. આરજેડી નેતાઓ પર કટાક્ષ કરતા નીતિશે કહ્યું, " શું થયું તમે સાંભળશો નહીં... હું તો કહીશ અને જો તમે નહીં સાંભળો તો તે તમારી ભૂલ છે." આરજેડી સીએમના નિવેદન પર પ્રહારો કરી રહી છે અને તેમના પર મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવી રહી છે. આ પહેલા પણ નીતિશ કુમારના અનેક નિવેદનોને લઈને રાજકીય હોબાળો થયો છે.

આરજેડી ધારાસભ્યની વાંધાજનક ટિપ્પણી


બીજી તરફ આરજેડી ધારાસભ્ય ભાઈ વીરેન્દ્ર સિંહે મુખ્યમંત્રી નીતિશ કુમારની ટીકા કરતા વાંધાજનક ટિપ્પણી કરી હતી. ગૃહની અંદર મુખ્યમંત્રી નીતિશ કુમાર જાતિ ગણતરીને લઈને વિપક્ષના હોબાળા વચ્ચે બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે અમારી સરકારે બિહારમાં મહિલાઓને મહત્તમ અનામત આપી છે અને સરકાર મહિલાઓને આગળ વધારવા માટે કામ કરે છે. મુખ્યમંત્રીના આ નિવેદન અંગે ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ કહ્યું છે કે, "મુખ્યમંત્રી નીતિશ કુમાર મહિલા પ્રેમી છે, તેથી જ તેઓ મહિલાઓની વાત કરે છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News