આજના યુગમાં ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ફિટ રહેવા માટે લોકો યોગથી લઈને વોકિંગ અને જીમમાં જવાનું બધું જ કરી રહ્યા છે. તેમજ લોકો વજન ઘટાડવા માટે ઘણી કસરત કરી રહ્યા છે પરંતુ કેટલાક લોકો મૂંઝવણમાં હોય છે કે વજન ઘટાડવા માટે કયું સારું છે, યોગા કે વોકિંગ અને કયું ઝડપથી પરિણામો આપે છે. કેટલાક લોકો યોગ અપનાવે છે, જ્યારે કેટલાક લોકો તેમની દિનચર્યામાં વોકિંગનો સમાવેશ કરે છે.
બંને વિકલ્પો સારા છે પરંતુ જ્યારે કેલરી બર્ન કરવાની વાત આવે છે ત્યારે આપણે થોડું ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે કે કયો વિકલ્પ વધુ ફાયદાકારક હોય શકે છે.
યોગના ફાયદા અને અસર
યોગ ફક્ત શારીરિક કસરત નથી. તે મનને પણ શાંત કરે છે. તેમાં શ્વાસ નિયંત્રણ, આસનો અને ધ્યાનનો સમાવેશ થાય છે. યોગ ધીમે ધીમે કેલરી બર્ન કરે છે. યોગના ફાયદા ફક્ત વજન ઘટાડવા સુધી મર્યાદિત નથી. તે તણાવ અને ચિંતા ઘટાડે છે, માનસિક શાંતિ પ્રદાન કરે છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે. આ સાથે તે શરીરને લવચીક બનાવે છે, હોર્મોનલ સંતુલન સુધારે છે અને લાંબા સમય સુધી રોગોથી રક્ષણ કરે છે. જેમને કમરનો દુખાવો અથવા થાઇરોઇડની સમસ્યા હોય તેમના માટે યોગ એક ઉત્તમ ઉપચાર તરીકે કામ કરે છે.
વોકિંગના ફાયદા અને અસર
ચાલવું એ સૌથી સરળ, કુદરતી અને અસરકારક કસરતોમાંની એક છે. તે બધી ઉંમરના લોકો માટે સલામત અને અસરકારક છે. ખાસ કરીને કેલરી બર્ન કરવા માટે ચાલવું એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. ઝડપી ચાલવાથી મહત્તમ કેલરી બર્ન કરી શકો છો. ચાલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે હૃદય અને ફેફસાંને મજબૂત બનાવે છે. તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે, બ્લડ સુગર લેવલને સંતુલિત કરે છે અને ચયાપચયને સક્રિય કરે છે. વધુમાં, ચાલવાથી મૂડ સુધરે છે, હતાશા અને ચિંતા દૂર થાય છે. ખાસ વાત એ છે કે આ કરવા માટે કોઈ તાલીમ કે ખાસ સમયની જરૂર નથી.
ક્યુ સારું છે?
કેલરી બર્ન કરવાની વાત કરીએ તો યોગ કરતાં ચાલવાથી કેલરી ઝડપથી બળે છે, ખાસ કરીને જ્યારે ઝડપથી ચાલો છો પરંતુ જો ધ્યેય ફક્ત વજન ઘટાડવાનો નથી પરંતુ માનસિક શાંતિ, સુગમતા અને એકંદર સ્વાસ્થ્યનો છે તો યોગ વધુ મદદરૂપ થાય છે. જો બંનેનો દિનચર્યામાં સમાવેશ કરો છો તો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application’’ રકત યજ્ઞ-૨૦૨૫ ’’ માં રેકોર્ડ બ્રેક ૨૬૫૧ બ્લ્ડ યુનિટ એકત્રિત કરતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ
April 07, 2025 06:51 PMમુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
April 07, 2025 06:45 PMપ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
April 07, 2025 06:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech