સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ( એસ.જી.એફ.આઈ) ની ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ડી.એસ.ઓ ગોહિલ સાહેબના માર્ગદર્શનમાં યોગ ગુરુઓ ડી.વી ગોહિલ સર,જાહ્નવી બહેન મેહતા,જિજ્ઞેશભાઈ પટેલ,હેતસ્વીબહેન તસનીમ બહેન,રાજદીપભાઈ સહિતના એક્સપર્ટ્સ ની ઉપસ્થિતિમાં યોજાયેલ,આ કોમ્પિટેશનમાં આંતર રાષ્ટ્રીય યોગા પ્લેયર અને મિસ યોગીની ઓફ ગુજરાતની ટાઇટલ વિનર ઋચા ત્રિવેદી એ વયજૂથ માં ટ્રેડિશનલ ઈન્ડિવિડ્યુઅલ ઇવેન્ટમાં દ્વિતીય સ્થાન અંકે કરી એસ.જી.એફ.આઈ રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ માટે ક્વાલિફાય બની છે.
૧૩ વર્ષીય ઋચા ત્રિવેદીએ આ મહિનામાંજ બી.ડી.વાય.એસ.એ, યોગા સ્ટાર ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ,ખેલો ઈન્ડિયાની અસ્મિતા વુમન પ્રીમિયર લીગ તથા એસ.જી.એફ.આઈ સહિત ૪ અલગ અલગ ચેમ્પિયનશિપ રમી અવ્વલ સ્થાન પ્રાપ્ત કરી ઉજ્જવળ દેખાવ કરી દેશ,રાજ્ય અને જિલ્લાને ગૌરવ અપાવેલ છે. ઋચા ત્રવેદી શહેરની દક્ષિણામૂર્તિ સ્કૂલની ધો.૯ની વિદ્યાર્થીની છે તેમજ યૂનિવર્સિટી યોગ હોલની યોગા એથ્લેટ છે,તેની આ સિદ્ધિ બદલ શાળા તથા યોગ હોલ પરિવાર દ્વારા આશિર્વાદ સાથે અભિનંદન આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech