ખંભાળિયામાં શુક્રવારે નાયરા એનર્જી સંચાલિત પ્રોજેક્ટ તુષ્ટિ અંતર્ગત આયુષ વિભાગ , આઈ.સી.ડી.એસ. અને ગાયત્રી પરિવારના સહયોગથી યોગ અને ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આયુષ વિભાગના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. પિયુષ રાવના માર્ગદર્શન હેઠળ અહીંની સરકારી સિવિલ જનરલ હોસ્પિટલના આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો. પરેશ જેઠવા દ્વારા સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે યોગ પ્રશિક્ષક ભારતીબેન દ્વારા સગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવતા ગર્ભ સંવાદ તથા યોગ પ્રાણાયામ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આઈ.સી.ડી.એસ. વિભાગ અને પ્રોજેક્ટ તુષ્ટિના સ્ટાફ મારફતે વિવિધ યોજના અને સેવાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ગાયત્રી પરિવાર દ્વારા વિધિવત ગર્ભ સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. જેમાં આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. ચંદ્રેશ ભાંભી, આયુષ વિભાગના જિલ્લા આયુર્વેદ અધિકારી, તથા ટી.ડી.ઓ. ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો લાભ 51 જેટલા સગર્ભા અને આંગણવાડી વર્કર બહેનોએ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએફના રૂપિયા ટ્રાન્સફર કરવામાં હવે નોકરીદાતાની મંજૂરીની જરૂર નહીં, EPFOએ સરળ નિયમો બનાવ્યા
April 26, 2025 03:12 PMભારત હુમલો કરશે એવા ડરથી ફફડી ઉઠેલા પાકિસ્તાને ચીનની મદદ માગી
April 26, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech