રાજકોટ યાર્ડમાં ખેડૂતોની માઠી; ડુંગળી રૂપિયે કિલો ભાવ તળિયે પહોંચતા આવક બંધ કરાઇ; એક તરફ ઘટતાં જતા ભાવ, બીજી બાજુ માવઠાંનો માર

  • May 21, 2025 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવએ ખેડૂતોને રડાવ્યા છે, ફક્ત એક રૂપિયે કિલોના ભાવે સોદા યા બાદ આવક બંધ કરવા નિર્ણય કરવો પડ્યો હતો. રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડની હરરાજીમાં ડુંગળીનો પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૨૧ી ૨૧૦ સુધી રહ્યો હતો.
રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ લગાતાર ઘટીને હવે સાવ તળિયે પહોંચી જતાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે. એક તરફ પોષણક્ષમ ભાવ મળતા ની ને બીજી બાજુ માવઠાનો માર સહન કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદી ડુંગળીનો પાક પલળી જતા ભારે નુકસાન યું છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને હાલ ડુંગળીનો જે ભાવ ઉપજે છે તેમાંી ખાતર, બિયારણ, દવા, મજૂરી અને યાર્ડ સુધી ડુંગળી લાવવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ નીકળે તેમ ની, મતલબ કે પડતર ખર્ચ પણ ઉપજતો ની.
ખેડૂતોએ આ વખતે ડુંગળીનું વાવેતર વધુ કર્યું હોય ને હાલ ભાવ તળીયે પહોંચતા ખેડૂતોની સ્િિત જાયે તો જાયે કહાં જેવી ઇ ગઇ છે. ગત વર્ષે ડુંગળીમાં પ્રતિ કિલો દીઠ બે રૂપિયાની સહાય સરકાર તરફી અપાઇ હતી ત્યારે આ વર્ષે પણ સહાયની અપેક્ષાએ ખેડૂતોએ સરકારની સામે મીટ માંડી બેઠા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application