કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય પક્ષના સાંસદોએ આજે સંસદ સંકુલમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય અને અન્ય લઘુમતીઓ પર થતા અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન કયુ હતું અને સરકાર પાસેથી તેમના માટે ન્યાયની માંગ કરી હતી. તેમના હાથમાં એક બેગ પણ હતી જેના પર 'સ્ટેન્ડ વિથ હિંદુઓ અને ઈસાઈ ઓફ બાંગ્લાદેશ' લખેલું હતું.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને ગઈકાલે સંસદ પહોંચ્યા હતા. તેમની આ બેગને લઈને રાજકારણ ગરમાયું હતું. ભાજપના નેતાઓએ પ્રિયંકા ગાંધી પર પેલેસ્ટાઈનના સમર્થનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે આજે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરવા બેગ લઈને પહોંચ્યા હતા.
પ્રિયંકા ગાંધીની સાથે કેટલાક સાંસદોએ પણ સંસદના મકર દ્રાર પર બાંગ્લાદેશના મુદ્દે પ્રદર્શન કયુ હતું. આ દરમિયાન તમામના હાથમાં બેગ પણ હતી જેમાં બાંગ્લાદેશના લઘુમતીઓ સાથે ઉભા રહેવાની અપીલ કરવામાં આવી હતી. પ્રિયંકા ગાંધી અને અન્ય કેટલાક સાંસદો સંસદ ભવનમાં મકર દ્રાર પાસે એકઠા થયા હતા અને કેન્દ્ર સરકારે જવાબ આપો અને અમને ન્યાય જોઈએ છે જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
કેન્દ્રીય રાય મંત્રી બનવારી લાલ વર્માએ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઈનની બેગ લાવ્યા છે, તેમણે ભારતની બેગ લાવવી જોઈએ. તેઓ બિનસંબંધિત મુદ્દાઓને લઈને માત્ર નાટક કરી રહ્યા છે. ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે પ્રિયંકા ગાંધીના બેગ પર પેલેસ્ટાઇન લખેલું છે. તમે સમજી શકો છો કે તેમનો ભારત સાથે કોઈ સંબધં નથી. થોડા દિવસ પહેલા જ તેના પર 'ઈટલી' લખેલું હતું અને હવે તેના પર 'પેલેસ્ટાઈન' લખેલું છે. કોણ જાણે છે કે તેના પર 'ભારત' કયારે લખવામાં આવશે?
કોંગ્રેસ સાંસદ રાજીવ શુકલાએ કહ્યું કે પેલેસ્ટાઈનમાં બાળકોની હત્યા થઈ રહી છે, હોસ્પિટલો પર બોમ્બ ધડાકા થઈ રહ્યા છે અને તે માનવતાના આધારે આ બધાનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પેલેસ્ટાઇન લખેલા બેગ પર એઆઈએમઆઈએમના રાષ્ટ્ર્રીય પ્રવકતા વારિસ પઠાણએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે અટલ બિહારી વાજપેયી, મહાત્મા ગાંધી, બધાએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું હતું. અમે હંમેશા પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech