માર્ચ મહિનામાં હીટવેવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે 10 થી 13 માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી હીટવેવની આગાહી કરી છે. રાજકોટમાં આજથી ત્રણ દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાન 40 ડિગ્રી પાર જશે. આજની જ વાત કરીએ તો 13 જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠામાં પવનની ગતિમાં વધારો થતા 13 માર્ચ સુધી લોકો ગરમી અને ઉકાળાટનો
આજે આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ
આજે અમદાવાદ, બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, વલસાડ અને સુરતમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ જિલ્લાના લોકોએ આકરી ગરમીનો સામનો કરવો પડશે
આ વર્ષનો ઉનાળો અસહ્ય ગરમીવાળો અને તાપમાનવાળો રહેશે. ખાસ કરીને કચ્છમાં ભૂજ, ભચાઉ અને રાપરમાં, સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ અને અમરેલીમાં, ઉત્તર ગુજરાતના પાટણ, હિંમતનગર અને ઈડરમાં તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર અને નડિયાદમાં 40 ડિગ્રીને પાર તાપમાન જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે.
આવતીકાલે આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ
આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, સુરત, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
12 માર્ચે આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ
12 માર્ચે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય?
જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી. આ સ્થિતિ ખતરનાક લેવલના હીટ સ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક
હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. કારણ કે આમાં શરીરનાં અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે.
હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ?
હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ?
નિષ્ણાત તબીબના જણાવ્યા મુજબ, હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં કંઈક ખાઓ. દાદા અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, તેની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો, ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો.
આ ઉપરાંત, તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડું પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણ વાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.
જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો, તેનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.
ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech