તારીખ 4 મેથી ગુજરાતમાં શરૂ થયેલ માવઠાનો વરસાદ હજુ ચાલુ છે પરંતુ તેનું જોર ઘટયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને તેમાં પણ આઠ તાલુકા જ એવા છે કે ત્યાં એક થી બે ઇંચ જેટલો વરસાદ થયો છે. તાપી જિલ્લાના ડોલવણમાં બે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર લખની અને દાતામાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. બાકી બધે જ સામાન્ય ઝાપટા છે.
આજે સવારે છ થી આઠ ના પ્રથમ બે કલાકમાં ગાંધીનગર મહેસાણા ખેડા અરવલ્લી બનાસકાંઠા પાટણ જિલ્લામાં વરસાદી માહોલ છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં એક ઇંચ વરસાદ થયો છે તે સિવાય બધે જ સામાન્ય ઝાપટા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં એકમાત્ર ભાવનગર શહેરમાં સામાન્ય ઝાપટું પડ્યું છે અને ચાર મિલિમિટર વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી તાર 12 સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે. જોકે ગુજરાતના કોઈ જિલ્લા માટે અત્યારે ભારે વરસાદનું ઓરેન્જ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ યલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. પવનની ગતિ સરેરાશ 40 થી 50 કિલોમીટર આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે અને અમુક જગ્યાએ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
ગુજરાત ઉપરાંત આસામ અરુણાચલ મેઘાલય આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ જમ્મુ કશ્મીર લદાખ કોકણ ગોવા મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ વરસાદ માટે આગાહી કરવામાં આવી છે, બંગાળ બિહાર ઓડિશા અને ઝારખંડમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે, તામિલનાડુ પુડીચેરી કેરલા પશ્ચિમ બંગાળ ઓડિશામાં ગરમી અને ભેજવાળા વાતાવરણ માટે એલર્ટ અપાયું છે. ગઈકાલે સમગ્ર દેશમાં સૌથી ઉચું તાપમાન રાજસ્થાનના જેસલમેરમાં 41 ડીગ્રી નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech