BREAKING NEWS

દરિયાકાંઠાના વિસ્તારો માટે ગરમી અને ભેજના ડબલ એટેકનું યેલ્લો એલર્ટ

  • April 24, 2026 09:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાળઝાળ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તેવી અપાયેલી ચેતવણી મુજબ ગઈકાલે જ રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી લગોલગ પહોંચી ગયું હતું. અમરેલીમાં પણ લગભગ રાજકોટ જેવી જ સ્થિતિ હતી. આ ઉપરાંત અમદાવાદ ભુજ અને ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન ફરી ૪૦ ડીગ્રી ને પાર કરી ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી તારીખ ૨૬ સુધી મહત્તમ તાપમાનમાં સતત વધારો થતો જશે અને હજુ બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઉચકાશે.
ગઈકાલે રાજકોટમાં ૪૨.૭અમરેલીમાં ૪૨.૫ ભુજમાં ૪૧.૨ ગાંધીનગરમાં ૪૦ અને અમદાવાદમાં
૪૧.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું
હવામન ખાતાના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગુજરાતમાં તારીખ ૨૭ સુધી ગરમીનું પ્રમાણ વધુ રહેશે અને ભેજનું પણ પ્રમાણ વધુ રહેવાનું હોવાથી આ ડબલ એટેકના કારણે અકળામણ અને બેચેની વધી જશે. હવામાન વિભાગે આ સંદર્ભે દરિયાકાંઠાના વિસ્તારો માટે યત્રો એલર્ટ જાહેર કર્યું છે.
ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ નોર્થ વેસ્ટના રાજ્યોમાં તારીખ ૨૬ સુધીમાં બે થી ત્રણ ડિગ્રી, મધ્ય ભારતના રાજ્યોમાં આવતીકાલ સુધીમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે.
આ ઉપરાંત પંજાબ હરિયાણા ચંદીગઢ અને દિલ્હી ઉત્તર પ્રદેશ
ઓડીસા અને ઝારખંડમાં આજે હિટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાનમાં આજથી તારીખ ૨૯ સુધી, મધ્યપ્રદેશમાં આજથી તારીખ ૨૭ સુધી, બિહારમાં તારીખ ૨૫ સુધી અને છત્તીસગઢમાં તારીખ ૨૭ સુધી હિટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે.
બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ સંલગ વિસ્તારમાં એક પ્રભાવશાળી અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેના કારણે બંગાળની ખાડીમાં દરિયામાં જોરદાર કરંટ જોવા મળે છે. હવામાન વિભાગે આગામી તારીખ ૨૬ અને ૨૭ ના રોજ બે દિવસ માટે બંગાળની ખાડીના ઓડીસા અને તેને સંલગ વિસ્તારમાં માછીમારી માટે દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application