Ind vs WI પ્રથમ ટેસ્ટ દિવસ 2: યશસ્વીએ ડેબ્યૂ મેચમાં જ તોફાની સદી ફટકારી, રોહિતની ક્લબમાં કર્યો પ્રવેશ

  • July 14, 2023 01:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી છે. આ સદી ફટકારીને તેણે દુનિયાને પોતાની ક્ષમતા બતાવી દીધી છે કે પસંદગીકારોએ તેને ટેસ્ટ ટીમમાં પસંદ કરીને યોગ્ય નિર્ણય લીધો છે.


ડોમિનિકામાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે જયસ્વાલ અને રોહિત શર્માએ સદીની ભાગીદારી કરીને ભારતને મજબૂત શરૂઆત અપાવવામાં વિશેષ યોગદાન આપ્યું હતું. યશસ્વીની સાથે રોહિતનું બેટ પણ જોરદાર ગર્જના કરી રહ્યું છે. આ ઓપનિંગ જોડી વિન્ડીઝ ટીમના બેકફૂટ પર જોવા મળી રહી છે.


યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી

વાસ્તવમાં ભારતીય ટીમના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર અજાયબી કરી બતાવી છે. તેણે 70મી ઓવરમાં 1 રન લઈને સદી પૂરી કરી હતી. તે પોતાની ડેબ્યૂ મેચમાં ભારત માટે સદી ફટકારનાર 17મો ખેલાડી બની ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application