રામાયણ ફિલ્મ માટે યશ લેશે અધધ... 200 કરોડ રૂપિયા

  • June 06, 2024 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નિતેશ તિવારીની રામાયણ આજકાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર રામના રોલમાં જોવા મળશે. તેણે આ ફિલ્મની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રણબીર ભગવાન રામના રોલમાં જોવા મળશે જ્યારે સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ખૂબ જ શાનદાર બનવાની છે. રામાયણને લઈને દરરોજ કોઈ ને કોઈ અપડેટ આવતી રહે છે. હવે વધુ એક અપડેટ સામે આવ્યું છે. જે ચોંકાવનારી છે. KGFથી ફેમસ થયેલા અભિનેતા યશ આ ફિલ્મમાં રાવણના રોલમાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો યશ રામાયણ પછી બોલિવૂડનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બની જશે. ફીની બાબતમાં તેણે શાહરૂખ ખાનને પણ પાછળ છોડી દીધો છે.


યશ બન્યો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા?


રિપોર્ટ અનુસાર યશ રામાયણમાં રાવણનો રોલ કરવા માટે 200 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. તે આટલી મોટી રકમ વસૂલવાનો છે. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં યશની ફેન ફોલોઈંગ બહુ મોટી સંખ્યામાં છે. એટલું જ નહીં રામાયણના નિર્માતાઓએ યશને ફિલ્મમાં રાખવા માટે વધારે ડિમાન્ડ કરી છે. રિપોર્ટ અનુસાર, યશે તેની ફી પણ વધારી દીધી છે. પહેલા તે રામાયણ માટે 150 કરોડ રૂપિયા લેવાનો હતો પરંતુ હવે તે 200 કરોડ રૂપિયા લેશે.


શાહરૂખ ખાનને પાછળ છોડી દીધો

જો યશ રામાયણ માટે 200 કરોડ રૂપિયા લેશે, તો તેણે બોલિવૂડના કિંગ ખાનને પણ પાછળ છોડી દીધા છે. શાહરૂખ ખાન બોલિવૂડનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. તેણે પઠાણ ફિલ્મ માટે 120 કરોડ રૂપિયા લીધા હતા. હવે જો યશ 200 કરોડ રૂપિયા ફી લેશે તો તે બોલીવુડનો અત્યાર સુધીનો સૌથી ફી વસુલ કરનાર અભિનેતા બની જશે.


રામાયણની વાત કરીએ તો રણબીર, સાઈ અને યશ સિવાય સની દેઓલ, લારા દત્તા, રવિ દુબે સહિતના ઘણા કલાકારો તેમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ બે ભાગમાં બનવાની છે. ફિલ્મનો પહેલો ભાગ 2025ના અંતમાં અથવા 2026માં રિલીઝ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application