ક્રોધને અિ કરતાં તેજસ્વી માનવામાં આવે છે. આગ પર કાબૂ મેળવી શકાય છે, પરંતુ ઘણા લોકો માટે ગુસ્સા પર કાબૂ મેળવવો સરળ નથી. જાપાનના મનોવૈજ્ઞાનિકોએ ગુસ્સાને કાબૂમાં રાખવાની અનોખી રીત શોધી કાઢી હોવાનો દાવો કર્યેા છે. તેમના મતે બીજા પર ગુસ્સો કરવાને બદલે જો તે સમયની લાગણીઓને કાગળ પર લખીને કાગળ ફાડી નાખવામાં આવે તો ગુસ્સો ગાયબ થઈ જાય છે.
સાયન્ટિફિક રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનના મુખ્ય લેખક અને નાગોયા યુનિવર્સિટીમાં જ્ઞાનાત્મક વિજ્ઞાનના પ્રોફેસર નોબુયુકી કવાઈ કહે છે કે સંશોધનમાં અમે એ નિષ્કર્ષ પર આવ્યા છીએ કે લાગણીઓને લખ્યા પછી, તેમને દૂર કરવી ગુસ્સાને શાંત કરવામાં ખૂબ અસરકારક છે. અમને આશા હતી કે અમારો પ્રયોગ ગુસ્સાને અમુક અંશે દબાવી દેશે, પરંતુ તે સંપૂર્ણપણે અધ્શ્ય થઈ ગયો તે જોઈને અમને આશ્ચર્ય થયું. તે કહે છે, અમારી શોધનો ઉપયોગ ગુસ્સાની સારવારમાં થઈ શકે છે. ઘર અથવા ઓફિસમાં ગુસ્સા પર નિયંત્રણ રાખવાથી આપણા અંગત જીવન અને નોકરીમાં નકારાત્મક પરિણામો ઘટાડી શકાય છે.
સંશોધન દરમિયાન, પ્રયોગમાં લગભગ ૧૦૦ વિધાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેઓને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા અને સામાજિક મુદ્દાઓ પર સંક્ષિ અભિપ્રાયો લખવાનું કહેવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના એક પીએચડી વિધાર્થીએ તેમના લેખિત અભિપ્રાયના મૂલ્યાંકન દરમિયાન તેમને ખૂબ ઓછા માકર્સ આપ્યા હતા. હત્પં માની શકતો નથી કે શિક્ષિત વ્યકિત આવું વિચારી શકે છે જેવા નકારાત્મક પ્રતિભાવો પણ આપ્યા, જેથી વિધાર્થીઓ ગુસ્સે થાય.
સંશોધકોએ જણાવ્યું હતું કે વિધાર્થીઓના એક જૂથે તેમની લાગણીઓને કાગળ પર લખી અને તેના ટુકડા કરીને તેને ફેંકી દીધા. આ જૂથનો ગુસ્સો સંપૂર્ણપણે શાંત થઈ ગયો હતો. બીજા જૂથે તેમની લાગણીઓ લખીને કાગળ સુરક્ષિત રાખ્યો. તેમનામાં ઉચ્ચ સ્તરનો ગુસ્સો રહ્યો. તે મૂલ્યાંકન કરનાર પર સતત ગુસ્સે રહ્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech