જૂનાગઢમાં ચાલતાં વરલી મટકાના રાજ્યવ્યાપી વોટ્સએપ ગ્રુપ સંચાલિત નેટવર્કનો પર્દાફાશ

  • February 19, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ગઈકાલે સનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજ્ય વ્યાપી વરલી મટકાના જુગાર નેટવર્ક નો પર્દાફાશ કર્યો છે જોષીપરા વિસ્તારમાં યુવકના ઘરમાં દરોડો પાડતા મોબાઈલ અને રોકડ કબજે કરી હતી અને મોબાઇલમાં જ વોટસઅપ ના માધ્યમી વરલી મટકાની રકમની કપાત માટે ૨૨ ગ્રુપ બનાવ્યા હતા જે મામલે  ૩૫  જુગારી  સામે ગુનો દાખલ કરી  તપાસ હા ધરી છે યુવકના અન્ય મોબાઇલ માંી ક્રિકેટ નો સટો રમાડતો હોવાનું પણ ખુલતા સમગ્ર મામલે વરલી મટકા ઉપરાંત ક્રિકેટ સટ્ટા નું પણ નેટવર્ક ઝડપાઈ તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ એ બી પટેલ સહિતની ટીમને મળેલ બાતમીના આધારે જોષીપરામાં સર્વોદય સોસાયટીમાં બ્લોક નંબર ૧૮ અખંડ સૌભાગ્ય નામના મકાનમાં તપાસ હા ધરતા મિતેશ ઉર્ફે ટેમ્પો કિશોર અઢિયા નામનો યુવક ઘરની સેટી પર બેસી મોબાઈલમાં હિસાબ કિતાબ લખતો જોવા મળ્યો હતો પોલીસે તપાસ કરતા બે મોબાઈલ કબજે કર્યા હતા અને મોબાઈલમાં વોટસઅપ ના માધ્યમી વરલી મટકા ના હિસાબ કિતાબ કરતો ઝડપાયો હતો. યુવક દ્વારા વરલી મટકા માં તા પૈસાનો વહીવટ અગ્રાવત ચોક પાસે આવેલ પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ ની દુકાને તો હોવાનું સામે આવતા પોલીસ દ્વારા પાનની દુકાનના બ્રિજેશ પાઘડાર ની પણ પૂછપરછ કરવામાં આવી હતી. મિતેશ અઢિયાના મોબાઇલની તપાસ કરતા  વોટસઅપ ના માધ્યમી વરલી મટકા ના અલગ અલગ ૨૨ ગ્રુપો બનાવ્યા હતા અને દરેક ગ્રુપમાં ચારી પાંચ સભ્યોને રખાયા હતા. આ ગ્રુપમાં જુનાગઢ ઉપરાંત ધોરાજી ,જેતપુર, સાવરકુંડલા આણંદ, દેરડી ,મહારાષ્ટ્ર પુના અને આણંદ  સુધી વરલી મટકા નું નેટવર્ક ફેલાયેલું હોવાનું સામે આવ્યું હતું ગ્રુપમાં જુગારના આંકડાઓ અને હિસાબ ગીતા મૂકવામાં આવતા હતા. તેનો હિસાબ કિતાબ કરવા મિતેશ અઢિયાએ ચોટીલાના વિરાટ નામના યુવકને મહિને ૧૫,૦૦૦, જૂનાગઢના  શાહ નવાજને    ૧૧,૦૦૦ અને નેહલને  ૯,૦૦૦પગારદાર તરીકે રાખ્યા હોવાનું પણ ખુલ્યું હતું. સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મિતેશ કિશોર અઢિયા , બ્રિજેશ વિનોદ પાઘડાર, શાહનવાજ, નેહલ, અબુ, જાવેદ, કિશોર, અપુ, મુકેશ, નાસીર, મોઈન, અસલમ, મૌલિક સંજય, ફિરોજ, આશિક, બચુ, શકિરા સચિન ,બાના સાઇરામ, કાકુ, કરીમ બાપુ, ઈમુ, અજીત, ઈરફાન જતીન પિયુષ ,રાજુ, સમીર અને વિરાટ  એમ ૩૫ જેટલા ઈસમો સામે ફરિયાદ નોંધાતા બી ડિવિઝને ગુનો નોંધી વધુ તપાસ હા ધરી છે. સનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પડાયેલ દરોડામાં રાજ્યો વ્યાપી વરલી મટકા ના નેટવર્ક ઝબ્બે કરવામાં આવ્યું છે તો બીજી તરફ મોબાઈલ સટ્ટા ની પણ આઈડી મળી આવતા હજુ પણ આ દિશામાં વધુ તપાસ કરવામાં આવે તો વધુ મોટા મગર મચ્છો ના નામ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે હાલ તો પોલીસ દ્વારા મોબાઈલ આઈડી ,ખુલેલા નામો, તેમજ રકમને ઓનલાઈન ટ્રાન્સફર તા બેંકમાં પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા જેી કોના એકાઉન્ટમાંી કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા તેની પણ તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાી સનિક પોલીસના તપેલા ચડી જાય તેની પણ ભીતિ સેવાઈ રહી છે. 


મિતેશના અન્ય મોબાઇલમાં ક્રિકેટ સટાના આઈડી મળ્યા
મિતેશ અઢિયાના અન્ય મોબાઇલની તપાસ કરતા સ્ટેટ મોનિટરિંગ સેલ ને બ્રાઉઝરમાંી ક્રિકેટના સત્તા રમાડવા માટે બે આઈડી મળી આવ્યા હતા જેમાં એક આઈડી બ્લો ૭૭૭ જેનું સંચાલન પુનાના સાયરામ દ્વારા કરવામાં આવતું હતું જેમાં છ યુઝરનેમ દ્વારા ૪૦ લાખની ક્રેડિટ પૈકી ૩૯.૮૨ લાખની બેલેન્સ પણ મળી આવી હતી તો અન્ય ઓલ આઈ ડી નામના નામ ના આઈડી નું સંચાલન ધોરાજીના મોઈન દ્વારા કરવામાં આવતું હતું આ આઈડી માં ૧૩ યુઝરનેમ હતા અને ૩૦ લાખનું ક્રેડિટ હતું તેમાં ૨૯.૭ લાખની બેલેન્સ મળી આવી હતી. જુનાગઢ ઉપરાંત અન્ય શહેરોના અલગ અલગ નામ ધરાવતા શખ્સોને લાખોની રકમ જમા કરાવેલ હોવાનું પણ સામે આવ્યું હતું. 


વરલી જુગાર ગ્રુપને અલગ અલગ નામો

રાજ્ય વ્યાપી વરલી મટકા નેટવર્કના તપાસ દરમિયાન મોબાઇલ માંી ૨૨ જેટલા ગ્રુપ મળી આવ્યા હતા. જેને ગુજરાત -૪, જામનગર, કે કે, ટેમ્પો કટીંગ, રત્નાગીરી, કુંડલા, ઝાલણ સર, આહિલ, મારુતિ, જાદુગર, જેતપુર, દોલત પરા, ચિતા ખાના ૨, જુનાગઢ ૧, આરીફભાઇ ટેબલ, સાયરામ૨, કાકુભાઈ, કરીમ બાપુ, ગોંડલ ૪ સહિતના અલગ અલગ નામો ના ગ્રુપ મળી આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News