બ્રિટનની ૧૮ મહિનાની બાળકી ઓપલ સેન્ડીએ ઇતિહાસ રચ્યો છે. હકીકતમાં જીન થેરાપી દ્રારા બાળકીની બહેરાશ કાયમ માટે મટાડી દેવામાં આવી છે. તે વિશ્વની પ્રથમ એવી બાળકી છે જે આ થેરાપી દ્રારા ફરીથી સાંભળી શકે છે. તબીબોએ જણાવ્યું કે આ ઐતિહાસિક સફળતાથી હવે બહેરાશની સારવાર સરળતાથી થઈ શકશે. આ થેરાપી એક માઈલસ્ટોન સાબિત થઈ છે.
ઓપલને ન્યુરોપેથીની સમસ્યા હતી, જેના કારણે તે બાળપણથી સાંભળી શકતી નહોતી. આ સમસ્યા ત્યારે થાય છે યારે મગજ તરફ લઈ જતી આંતરિક કાનની ચેતા કામ કરતી નથી. ઓપલની માતા જો સેન્ડીએ જણાવ્યું કે ઓપરેશનમાં માત્ર ૧૬ મિનિટનો સમય લાગ્યો હતો. સારવાર પછી, અમને સમજાયું કે તે સાંભળી શકે છે, અને અમે ખૂબ જ ખુશ થઈ ગયા. ભારતીય મૂળના કાનના સર્જન પ્રોફેસર મનોહર બેન્સ દ્રારા બાળકની સારવાર કરવામાં આવી છે. આ ટ્રાયલમાં બ્રિટન, સ્પેન અને અમેરિકાના કેટલાક બાળકોને જીન થેરાપી દ્રારા કાનના દુખાવાની સારવાર કરવામાં આવી હતી. આ સફળ અજમાયશ કેમ્બિ્રજ યુનિવર્સિટી હોસ્પિટલ્સ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા હાથ ધરવામાં આવી હતી. આ થેરાપી પછી ૫ વર્ષ સુધી બાળકો પર નજર રાખવામાં આવશે
જીન થેરાપી કેવી રીતે કામ કરે છે?
જીન થેરાપીમાં, સર્જરી દરમિયાન દર્દીના કાનમાં વાયરસ દાખલ કરવામાં આવે છે. આ વાયરસ કાનની અંદર રહેલા પ્રવાહીમાં ઓટોફરલિન જનીનની નકલ પહોંચાડે છે. આના કારણે, કોષો ઓટોફરલિન પ્રોટીન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે, જે કાનની કામગીરીમાં સુધારો કરે છે.
દેશમાં ૬ કરોડ ૩૦ લાખ લોકોને બહેરાશની સમસ્યા
ભારતમાં બહેરાશની સમસ્યા સૌથી વધુ છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો ૨૦૨૩નો રિપોર્ટ દર્શાવે છે કે દેશમાં ૬ કરોડ ૩૦ લાખ લોકો બહેરાશની સમસ્યાથી પીડિત છે. આ સંખ્યા હજુ વધી શકે છે. એવું માનવામાં આવતું હતું કે આ એક કાયમી સમસ્યા છે, પરંતુ જીન થેરાપીએ આશા વધારી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech