દુનિયાની નજર ભારત પર, ઈસરો અંતરીક્ષમાં ઇતિહાસ રચવા તૈયાર : જુઓ ચંદ્રયાન-3નું live સ્ટ્રીમીંગ

  • July 14, 2023 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (Isro) ચાર વર્ષ બાદ  ફરી એકવાર પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ ચંદ્રયાનને લેન્ડ કરવાના ત્રીજા મિશન માટે તૈયાર છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન છોડવામાં આવશે. ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ જી માધવન નાયરે જણાવ્યું હતું કે, 'વર્ષ 2019માં ચંદ્રયાન-2ના 'સોફ્ટ લેન્ડિંગ' દરમિયાન સામે આવેલી સમસ્યાઓમાંથી બોધપાઠ લઈને વર્તમાન અભિયાનમાં અનેક પગલાં લેવામાં આવ્યા છે અને સિસ્ટમને મજબૂત કરવામાં આવી છે. ચંદ્રયાન-3ને 'ફેટ બોય' LVM3-M4 રોકેટની મદદથી અવકાશમાં મોકલવામાં આવશે. ચાલો જાણીએ ઈસરોના ચંદ્રયાન-3ના પ્રક્ષેપણની તૈયારીઓ વિશે જે ઈતિહાસ રચવા જઈ રહ્યું છે.


  • આજે 14 જુલાઈ, 2023ના બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3, શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે.


  • એલવીએમ-3 રોકેટ અવકાશયાનને સેટેલાઈટ ટ્રાન્ઝિસ્ટ ભ્રમણકક્ષામાં લઈ જશે.


  • ચંદ્રયાન 3, હજારથી પણ ઓછી સેકેન્ડમાં પૃથ્વીની ભ્રમણ કક્ષામાં હશે.


  • આ પ્રક્રિયામાં 5 અર્થ બર્ન થશે. જેની લેન્ડર મોડ્યુલ (LM) અને પ્રપલ્ઝન મોડયુલ (PM) પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર નીકળી જશે.


  • ત્યારબાદ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળીને ચંદ્રની ભ્રમણકક્ષા તરફ ગતિ કરશે.


  • આ તબક્કા બાદ LM અને PM બંને ટ્રાન્ઝિટ ઓર્બિટમાં રહીને પૃથ્વી અને ચંદ્ર વચ્ચે રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application