ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે વિશ્વકક્ષાની અત્યાધુનિક શીપ રીપેર સુવિધા ઉભી કરાશે. કારણ કે, વડાપ્રધાનના અદયક્ષ સ્થાને મળેલી કેબીનેટની બેઠકમાં વાડીનાર બંદરે આ સુવિધા ઉભી કરવાના રૂ.૧૫૭૦ કરોડના મહત્વના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેકટ અંતર્ગત વાડીનાર બંદરે ૬૫૦ મીટર લાંબી જેટી, બે મોટા લોટીંગ ડ્રાય ડોક, વર્કશોપ અને સમુદ્રી ઈન્ફસ્ટ્રકચરનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રોજેકટ બ્રાઉનફીલ્ડ મોડેલ પર વિકસિત થશે. દેશના શીપ રીપેર ક્ષેત્રના નવા માઈલસ્ટોન સમાન આ પ્રોજેકટ માટે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસોને સફળતા મળી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા મહત્વપૂર્ણ બંદર વિસ્તારમાં વધુ એક
વિકાસનો માઈલસ્ટોન ઉમેરાયો છે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મંગળવારે આર્થિક બાબતોની કેબીનેટ સમિતિની સીસીઈએએની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે વિશ્વસ્તરીય અત્યાધુનિક શીપ રીપેર સુવિધા ઉભી કરવા માટે રૂા.૧૫૭૦ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ મંજૂર થતાં હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવતા સતત પ્રયત્નોને સફળતા સાંપડી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડી.પી.એ.) અને કોચીન શિપયાર્ડ લિમિટેડ (સી.એસ.એલ.) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાડિનાર બંદર વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે અને સમુદ્રી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસિત થવાની દિશામાં આગળ વધશે.આ સમગ્ર પ્રોજેક્ટ બ્રાઉનફીલ્ડ મોડેલ પર વિકસિત કરાશે. જે
જેટી, બે મોટા લોટીંગ ડ્રાય ડોક, વર્કશોપ અને અન્ય સમુદ્રી ઇન્ફસ્ટ્રકક્ચરનો સમાવેશ થાય છે. વાડીનાર બંદરે દરીયાની ઉંડાઈ, મહત્વના સમુદ્રી માર્ગે જોડાણ અને મુંદ્રા તથા કંડલા જેવા બંદરો નજીક હોવાના કારણે આ બંદરને શીપ રીપેર અને બીલ્ડીંગ માટે ખાસ કરીને મોટા અને વીદેશી જહાજો માટે મહત્વનું માનવામાં આવે છે. આ પગલું પ્રાદેશીક આર્થિક વિકાસને ગતિ આપવા અને મેરીટાઈમ ઇન્ડીયા વિઝન-૨૦૩૦ તથા મેરીટાઇમ અમૃતકાળ વિઝન-૨૦૪૭ જેવા દેશના લાંબાગાળાના સમુદ્રી લક્ષ્યોને હાંસલ કરવામાં મદદરૂપ અને મહત્વનું પુરવાર થશે.
આટલું જ નહીં આ નિર્ણય ભારતની વધતી સમુદ્રી ક્ષમતાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે તેમજ રોજગાર સર્જન, સ્થાનિક અર્થતંત્રમાં વૃદ્ધિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પણ પ્રોત્સાહન આપશે. ખાસ કરીને જામનગર અને આસપાસના
પી.એમ. મોદી તા.૧૦ના રોજ જામનગર આવે તેવી શકયતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૦ અને ૧૧ના રોજ ગુજરાતની મુલાકા આવવાની શકયતાનાં પગલે જામનગરના વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી જ કરી દેવામાં આવી છે. જો કે હજુ સતાવાર રીતે કોઈ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ વડાપ્રધાન રાત્રી રોકાણ કરે તેવી શક્યતા હોય, સલામતીનાં કારણોર છેલ્લા બે દિવસથી અધિકારીઓ સતત નિરિક્ષણ કરી રહ્યા છે. ગઇકાલે વડાપ્રધા જે રૂટ પરથી આવવાના છે તે રુટ એરપોર્ટથી લાલબંગલા સુધી કદાચ રોડ યોજાય તો તંત્ર કઇ રીતે બેરીકેટ બાંધવી અને માર્ગમાં સલામતીના પગલા રૂપે શું કરવુ તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મ્યુ.કમિશન ડી.એન.મોદી, એસપી ડો. રવિ મોહન સૈની, સીટી ડીવાયએસપી જયવીરસિ ઝાલા, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, ફાયરના વડા કે.કે. બિશ્નોય, ભાજપના શહે પ્રમુખ બીનાબેન કોઠારી, સીટી ઈજનેર ભાવેશ જાની, આસી. કમિશનર મુકે વરણવા સહિતનાં અધિકારીઓએ સતત નિરિક્ષણ કર્યું હતું.
વિસ્તારમાં ઉદ્યોગ અને વેપાર માટે નવી તકો ઊભી થશે. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી
સરબાનંદ સોનવાલનો આભાર વ્યક્ત હતો, અને જણાવ્યું હતું કે આ પ્રોજ પ્રદેશના સર્વાગી વિકાસ માટે ગેમચે-સાબિત થશે.