લવલીના બોરગોહેને મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ, દેશને મળ્યો ચોથો ગોલ્ડ મેડલ

  • March 26, 2023 10:19 PM 

Aajkaalteam

ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર લવલીના બોરગોહેને મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. લવલિનાએ 70-75 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં તેણે ઓસ્ટ્રેલિયાની કેટલીન એન પાર્કરને હરાવી ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. ઓલિમ્પિક્સ અને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા બાદ તે દેશની લોકપ્રિય બોક્સર બની ગઈ છે. જોકે, અહીં સુધીની સફર લવલીના માટે આસાન રહી નથી. તેણીનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો અને તે ઘણા પડકારોને પાર કરીને આ સ્થાન સુધી પહોંચી છે.




ક્યાં થયો લવલીનાનો જન્મ

લવલીના બોરગોહેનનો જન્મ આસામના ગોલાઘાટ જિલ્લાના બરો મુખિયા ગામમાં થયો હતો. તેના પિતા ટિકેન નાના વેપારી હતા અને મહિને 1300 રૂપિયા કમાતા હતા. લોવલીનાએ તેની મોટી બહેનો લીચા અને લીમાને જોયા પછી કિકબોક્સિંગ શરૂ કર્યું અને શરૂઆતમાં આ રમતને કારકિર્દી તરીકે આગળ વધારવા માંગતી હતી, પરંતુ પછીથી વસ્તુઓ બદલાઈ ગઈ.


ભારતને મળ્યો ચોથો ગોલ્ડ મેડલ 

બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતને આ ચોથો ગોલ્ડ મેડલ મળ્યો છે. આ પહેલાના ત્રણ મેડલની વાત કરીએ તો નિખત ઝરીન, નીતુ, સ્વીટી બૂરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. નીતુ અને સ્વીટીએ શનિવારે મેડલ જીત્યા હતા તો નિખતે રવિવારે ગોલ્ડન પંચ ફટકાર્યો હતો.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભકામના



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application