જુન સુધીમાં 6.37 કરોડના ખર્ચે 1.30 લાખ ટન કચરો દુર કરાશે: ગુલાબનગર, મોહનનગર, સીંડીકેટ સોસાયટી અને સત્યસાંઇનગર વિસ્તારના લોકોને પ્રદુષણથી થશે રાહત
જામનગર શહેરમાં ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટ પર કેટલાક મહીનાઓથી કચરો ડમ્પીંગ કરવામાં આવ્યો છે, 1.30 લાખ ટન કચરો હવે નિકાલ કરવાની કામગીરી શરુ થવાની તૈયારીમાં છે ત્યારે ગુલાબનગર ડમ્પીંગ સાઇટને સમથળ કરવાની કામગીરીનો આરંભ થઇ ગયો છે, રુ.6.37 કરોડના ખર્ચે જુન મહીના સુધીમાં આ તમામ કચરો હટાવી દેવામાં આવશે અને જેમ બને તે ઝડપભેર કાર્યવાહી કરવામાં આવશે તેમ મુકેશ વરણવાએ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી પ્રોસેસીંગ મશીનરીનું ટેસ્ટીંગ થઇ રહ્યું હતું, હવે આ કામગીરી પુરી થઇ ચુકી છે અને એક-બે દિવસમાં જ ડે એન્ડ નાઇટ કામગીરી કરીને આ તમામ 1.30 લાખ ટન કચરો દુર કરી દેવામાં આવશે. અગાઉ ગુલાબનગર ડમ્પીંગ સાઇડ ઉપર કેટલાય સમયથી કચરો ઠાલવાતો હતો, ત્યારબાદ આ કચરાનો નિકાલ કયાં કરવો અને કેવી રીતે કરવો ? તે અંગે પ્રશ્ર્નો ઉભા થયા હતાં, સરકાર દ્વારા વિજળી પેદા કરવા માટેના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ 2021માં શ થયા બાદ સુકો અને ભીનો કચરો અલગ પાડવામાં આવતો હતો અને બાળી શકાય તેવો મોટાભાગનો કચરો આ પ્લાન્ટમાં જવા લાગ્યો હતો.
કચરો ગુલાબનગર ડમ્પીંગ સાઇડમાં વધી જતાં આ વિસ્તારના લોકોએ પણ સઅહ્ય દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કમિશ્નર અને કલેકટરને કરી હતી, આ વિશાળ કચરાના ઢગને ખસેડવા માટે ટેન્ડરીંગ પ્રક્રિયા થઇ હતી અને ા.6.37 કરોડના ખર્ચે જુન મહીના સુધીમાં આ તમામ કચરો ખસેડી જવા પણ જણાવ્યું હતું. આ કચરાના કારણે ગુલાબનગર, મોહનનગર, સીંડીકેટ સોસાયટી, સત્યસાંઇનગર સહિતના વિસ્તારોમાં દુર્ગંધને કારણે લોકો ત્રાસી ગયા હતાં અને અનેક વખત રજૂઆતો પણ કરી હતી.
આસપાસના વાડી વિસ્તારના લોકોએ પણ જેમ બને તેમ ઝડપથી આ કચરાનો નિકાલ કરવા રજૂઆત કરી હતી, આખરે તેની રજૂઆતને ઘ્યાનમાં લઇને આ કામગીરી હવે શ થઇ જશે, સોલીડ વેસ્ટના કેતન કટેશીયા અને તેમની ટીમના અધિકારીઓ, કર્મચારીઓ આ કામગીરીમાં લાગી ગયા છે. આ કામગીરી પુરી કરવા ફલડ લાઇટ, સીસી ટીવી કેમેરાનું મોનીટરીંગ, વે બ્રીજ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, આમ જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી હવે ધીરે-ધીરે કચરાના ખડકાયેલા ઢગલા હટાવી લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરત દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 3 મહિનાના હંગામી જામીન આપ્યા
March 28, 2025 06:42 PMગુજરાત વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક પસાર, લાખો નાગરિકોને હવે આ લાભ મળશે
March 28, 2025 06:41 PMબ્લોકને કારણે 31 મેની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
March 28, 2025 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech